Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૪૮ કલાકમાં તાપમાનનો પારો સડસાડટ નીચે ઉતરતા
જામનગર તા. ર૦: હાલારમાં શિયાળાએ ગતિ પકડી લીધી છે. જામનગરમાં છેલ્લા ૪૮ કલાકમાં લઘુતમ તાપમાનનો પારો સડસડાટ ૪.પ ડીગ્રી સુધી નીચે શરકીને સિઝનમાં પ્રથમ વખત ૧પ ડીગ્રીએ પહોંચી ગયો હતો, જેના પગલે ઠંડીમાં વધારો થયો હતો.
જામનગરમાં ગત્ સોમવારે લઘુતમ તાપમાન ૧૯.પ ડીગ્રી નોંધાયું હતું જે અત્યાર સુધીમાં સડસડાટ ૪.પ ડીગ્રી સુધી નીચે શરકીને ૧પ ડીગ્રીએ પહોંચી ગયું હતું. ચાલુ સિઝનમાં લઘુતમ તાપમાન પ્રથમ વખત ૧પ ડીગ્રીએ પહોંચતા ઠંડીમાં વધારો થયો હતો.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાપમાનમાં થઈ રહેલા ઘટાડાના પગલે શિયાળાએ હવે ગતિ પકડી લીધી છે. હાલારમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. નગરસિમ અને ગ્રામ્ય વિસ્તારો તથા ધોરીમાર્ગો પર રાતથી લઈને વહેલી સવાર સુધી વધારે ઠંડી પડી રહી છે.
જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧ ડીગ્રી ઘટીને મહત્તમ તાપમાન ૩૧.૧ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે બપોરે ગરમીમાં ઘટાડો થયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પપ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial