Advertisement
Author: નોબત સમાચાર

બદલી કેમ્પમાં વંચિત રહેલા દંપતી સહિતના શિક્ષકોને જિલ્લાફેર વરણીની તકો અપાશે

રાજ્યકક્ષાના ન.પ્રા. શિક્ષક સંઘની શિક્ષણમંત્રીને રજૂઆત ફળી

જામનગર તા. ૨૦: જિલ્લા ફેર બદલીમાં જિલ્લા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અગ્રતાની ખાલી જગ્યામાં અરજીથી વંચિત અરજદારો (દંપતી અને અન્ય) ને  તક આપવાની રજૂઆતને શિક્ષણ વિભાગે માન્ય રાખી છે.

ગુરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયા અને મહામંત્રી મનોજ પટેલએ રાજ્યના શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી કે ૧૭ હજાર શિક્ષકોને આંતરિક ફેર બદલી અને ૧ર હજાર શિક્ષકોને જિલ્લા ફેર બદલીના લાભ મળ્યા હતાં. ચાલુ વર્ષ પણ વિદ્યા સહાયકની ભરતી પહેલા જિલ્લા ફેરબદલી કરવા હકારાત્મક નિર્ણય લેવાયો છે તે આવકાર્ય છે.

રાજ્યના ૩૩ જિલ્લા અને ર૦ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જિલ્લા ફેર બદલી અંગે વિસંગતતા જોવા મળી છે. અમુક સમિતિમાં અગ્રતાની જગ્યાઓ (દંપતી અને અન્ય સહિત) ખાલી છે. આ જગ્યાને જો સિનિયોરીટીથી ભરી દેવામાં આવે તો આવા અરજદારોને વર્ષો સુધી બદલીની તકો મળી શકે નહીં. વર્ષ ર૦૧૪-૧પ થી ૧૦ વર્ષના બોન્ડ પર ભરતી થયેલા કર્મચારીને બદલીની તક મળતી નથી. વતનથી દૂર પતિ-પત્નીને રહેવું પડે છે. આમ તેમને બદલીની તક મળવી જોઈએ.

આખરે રાજ્યના શિક્ષણ મંત્રીએ રજૂઆતને માન્ય રાખી છે. બદલી કેમ્પમાં જેમને તક મળી નથી તેવા ઉમેદવારોને ખાલી જગ્યા ફાળવાશે અને દંપતીઓ સહિતનાઓ ઓનલાઈન અરજી કરી શકશે. આમ શિક્ષક સંઘની રજૂઆતને સફળતા સાંપડી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh