Advertisement
Author: નોબત સમાચાર

સલાયામાંથી લાપત્તા બનેલા પ્રૌઢનો ખંભાળિયામાં પુલ નીચેથી મળ્યો દેહ

મૃતકના સંબંધીનું પોલીસે નિવેદન નોંધ્યું:

જામનગર તા. ૨૦: ખંભાળિયાના સલાયા ગામના એક પ્રૌઢ પોતાના ઘરેથી ગયા ગુરૂવારે નીકળ્યા પછી રામ મંદિરેથી લાપત્તા બની ગયા હતા. તેઓનો મૃતદેહ ગઈકાલે ખંભાળિયામાં તેલી નદીના પુલ નીચે પાણીમાંથી મળી આવ્યો છે. પોલીસે તેમના ખંભાળીયામાં રહેતા સંબંધીનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં વસવાટ કરતા અને ત્યાં આવેલા રામમંદિરમાં પૂજાપાઠ કરતા અશોકભાઈ શશીકાંત ભાઈ મહેતા (ઉ.વ.૫૬) નામના પ્રૌઢ ગયા ગુરૂવારે પોતાના ઘરેથી રામમંદિર ગયા પછી ત્યાંથી ક્યાંક ચાલ્યા ગયા હતા. તેઓની પરિવાર દ્વારા શોધ કરાતી હતી.

તે દરમિયાન ગઈકાલે સવારે ખંભાળિયાના ચાર રસ્તા નજીક આવેલા તેલી નદીના પુલ નીચેથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. કોઈએ પાણીમાં તેમના મૃતદેહને નીહાળ્યા પછી પોલીસને જાણ કરી હતી. દોડી આવેલી પોલીસે મૃતદેહનો કબજો સંભાળ્યો છે. ખંભાળિયામાં રહેતા ચંદનભાઈ મહેન્દ્રભાઈ મહેતાએ મૃતદેહની ઓળખ આપી છે. પોલીસે તેમના નિવેદનની નોંધ કરી મૃતદેહને પી.એમ. માટે ખસેડ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh