Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓસ્કાર વિજેતા ખ્યાતનામ સંગીતકાર
મુંબઈ તા. ર૦: ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાન છૂટાછેડા લેશે. તેની પત્નીએ લગ્નના ર૯ વર્ષ પછી તેના પતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેમના વકીલે એક સત્તાવાર નિવેદનમાં આ જાહેરાત કરી હતી. આ ખબરથી તેના ફેંસને આચકો લાગ્યો છે.
ઓસ્કાર વિજેતા એ.આર. રહેમાનની પત્નીના વકીલે પબ્લિક સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યું કે લગ્નના વર્ષો પછી શ્રીમતી સાયરાએ તેમના પતિ એ.આર. રહેમાનથી અલગ થવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે. તેમના સંબંધોમાં ઘણા તણાવ પછી આ પગલું લેવામાં આવ્યું છે. બન્ને વચ્ચે ઊંડો પ્રેમ હોવા છતાં, મુશ્કેલીઓ અને તણાવે એક અંતર ઊભું કર્યું હતું. જેને કોઈપણ પક્ષ ઠીક કરી શકે તેમ નથી.
શ્રીમતી સાયરાએ સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય પીડા અને વેદનાને કારણે લવામાં આવ્યો છે. તેણી પોતાના જીવનના આ પડકારજનક તબક્કામાંથી પસાર થઈ રહી હોવાથી આ મુશ્કેલ સમયમાં લોકો પાસેથી ગોપનિયતાની અપીલ કરે છે.
ઉલ્લેખનિય છે કે, એ.આર. રહેમાન અને સાયરા બાનુએ ૧૯૯પ માં લગ્ન કર્યા હતાં અને તેમને ખતીજા, રહીમા અને અમીન એમ ત્રણ બાળકો છે. રહેમાને એકવાર ખુલાસો કર્યો હતો કે તેના લગ્ન તેની માતાએ નક્કી કર્યા હતાં. બન્ને વચ્ચે કેટલાક મતભેદો હતાં, પરંતુ આ હોવા છતાં તેઓ તેમના સંબંધોને સારી રીતે ચલાવી રહ્યા હતાં.
એક ઈન્ટરવ્યૂમાં રહેમાને કહ્યું હતું, સાચું કહું તો મારી પાસે પત્ની શોધવાનો સમય નહોતો, પરંતુ મને સમજાયું કે લગ્ન કરવાનો આ યોગ્ય સમય છે. હુ ર૯ વર્ષનો હતો તેથી મેં મારી માતાને કહ્યું, મને એક કન્યા શોધી આપો.
ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનેર' માટે ઓસ્કાર જીતનાર એ.આર. રહેમાનને ભારતના સૌથી મોટા સંગીતકાર માનવામાં આવે છે. તેઓ 'મા તુઝે સલામ', ઓ હમદમ સુનિઓ રે અને તેરેબિના જેવા ગીતો માટે જાણીતા છે. રહેમાને ૧૯૮૯ માં ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો અને પોતાનું નામ દિલીપ કુમારથી બદલીને અલ્લાહ રખા રહેમાન રાખ્યું હતું. તેમની પત્ની સાયરા બાનુ અભિનેતા રશિન રહેમાનની સંબંધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial