Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આપના જિલ્લા પ્રમુખની રજૂઆત
જામનગર તા. ૨૦: જામનગરના માર્કેટીંગ યાર્ડમાં ચાલી રહેલ ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયામાં ખેડૂતોને પડી રહેલ મુશ્કેલી અંગે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડે કૃષિમંત્રીને આવેદન પત્ર પાઠવી સમસ્યાઓના નિવારણ માટે રજુઆત કરી છે.
જે ખેડૂતની મગફળીનો ઉતારો નિયમ મુજબ પુરતો આવતો હોઈ પરંતુ તે મગફળી બારદાનમાં ૩૫ કિલો ન સમાતી હોઈ તેથી ખેડૂતની તે મગફળી પરત મોકલવામાં આવે છે તેમાં તાત્કાલિક આદેશ કરી ૩૦ કિલોની ભરતીમાં પણ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવી જોઈએ.
જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યુ હોઈ અને જયારે તેમનો વારો આવે ત્યારે ખરીદ કેન્દ્ર દ્વારા ૨ દિવસ અગાઉ જાણ કે એસએમએસ (ટેલીફોનીક સંદેશો) કરવો જોઈએ જેથી ખેડૂત પોતાની મગફળીને ખરીદ કેન્દ્ર સુધી પહોંચાડવા બારદાનની તથા વાહનની વ્યવસ્થા કરી શકે.
હાલમાં જે ટેકાના ભાવે મગફળી ખરીદ કરવા ખરીદ કેન્દ્રને પ્લેટફોર્મ ફાળવવામાં આવ્યું છે તે બહુ નાનું છે અને સામે રજીસ્ટ્રેશન થયેલ ખેડૂતોની સંખ્યા માત્ર જામનગર તાલુકા વિસ્તારમાં અંદાજીત ૯૦૦૦ જેટલા ખેડૂતો આજ સુધી નોંધાયેલ છે. સામે ખરીદ કેન્દ્ર દ્વારા દરરોજ માત્ર ૨૫ થી ૩૦ જેવા ખેડૂતોની જ મગફળી ખરીદ થઈ શકે છે તેથી જો ખરીદ કેન્દ્ર માટે યોગ્ય મોટી જગ્યાની ફાળવણી યાર્ડ દ્વારા કરવામાં આવે કારણ કે હાલમાં ખેડૂતોને જે મગફળી ઉતારવા માટે જે પ્લેટફોર્મ ફાળવવામાં આવ્યું છે તે ઉંચુ હોવાથી ખેડૂતો વાહનમાં ખુલી મગફળી લાવી શકતા નથી. અને બારદાન ખરીદવા પડે છે અને વધારે મજુરી આપવી પડે છે તેથી વધારાના ૧ મણે ૮ થી ૧૦ રૂપિયાનું વધારાનું ભારણ રૂપી ખર્ચ કરવો પડે છે તે બચાવી શકાય.
ઘણાં બધા ખેડૂત જયારે પોતાની મગફળી યાર્ડ ખાતે ટેકાના ભાવે વહેંચવા આવે છે ત્યારે તેમની મગફળીમાં સામાન્ય રજ કે થોડી માટી પણ ચોંટી હોઈ તો તે મગફળી રીજેકટ કરવામાં આવે છે, તેમજ સાંજે ૫ વાગ્યે સર્વર ડાઉન થઈ જતા વ્યવસ્થાઓમાં ઘણી બધી સમસ્યાઓ થઈ રહી છે તેથી યોગ્ય વ્યવસ્થા કરવા માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial