Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસ, ફોરેસ્ટની સ્પર્ધાત્મક પરીક્ષાઓની ટ્રેનીંગ માટે ઉત્તમ સ્થળઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું લોકાર્પણ
જામનગર તા. ર૦: પોલીસ, ફોરેસ્ટ, આર્મી, પેરા મિલિટરી ફોર્સ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે જામનગર શહેરના પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અહીં દોડ માટે ટ્રેક, સુવિધાસભર મેદાન, વાતાનુકૂલ વાચનાલય તેમજ સ્પર્ધામક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાઓને અનુકૂળ પડે તે પ્રકારનું વાતાવરણ પૂરૃં પાડવાનો પ્રશંસનીય પ્રયાસ જામનગર જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.
આ ગ્રાઉન્ડમાં દોડ માટે અનુકૂળ એવો ૪૦૦ મીટરનો વિશેષ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. તો સાથે સાથે લાંબી કૂદ, ઊંચી કૂદ અને લાઈબ્રેરીની પણ સુવિધા ઉપબ્ધ કરાવાઈ છે. હાલ જિલ્લાના એક હજારથી વધુ યુવક-યુવતીઓ આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે.
માનસિક રીતે પરીક્ષાનો ભય દૂર થાય અને યુવાઓને પરીક્ષાલક્ષી તમામ મદદ મળી રહે તે માટે સ્પર્ધાત્મક પરીક્ષા આપતી વખતે ગ્રાઉન્ડ પર જોવા મળે તે પ્રકારનો જ સંપૂર્ણ માહોલ અહીં ઊભો કરાયો છે. સાથે સાથે આરોગ્યલક્ષી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાઓને વાચન માટે યોગ્ય વાતાવરણ મળી રહે તે માટે અહીં વિનામૂલ્યે તમામ પુસ્તકો તથા એ.સી. લાઈબ્રેરીની પણ સુવિધા વિક્સાવવામાં આવી છે. જામનગર જિલ્લાના યુવાઓને વધુમાં વધુ આ સુવિધાઓનો લાભ લઈ પોતાની ઉજ્જવળ કારકિર્દી તરફ ડગ માંડવા આ તકે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા અનુરોધ કરાયો છે.
ઉલ્લેખનિય છે કે, ગત્ તા. ૧-૩-ર૦ર૩ ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ મેદાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ૬૩ મીટરની ત્રિજ્યાવાળું ક્રિકેટ ગ્રાઉન્ડ તથા તેની ફરતે પાંચ મીટરની પહોળાઈવાળો ૪૦૦ મીટરનો વોકીંગ તથા રનીંગ માટેનો ટ્રેક બનાવવામાં આવ્ય છે. આ ઐતિહાસિક મેદાનમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત ખેલાડીઓએ પોતાની કારકિર્દી દરમિયાન પ્રેક્ટીસ કરી છે. જેથી ક્રિકેટ ચાહકો માટે પણ આ ગ્રાઉન્ડં મહત્ત્વપૂર્ણ બન્યું છે. તેમજ અહીંનો વોકીંગ રનીંગ ટ્રેક તથા લાઈબ્રેરી સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી વિવિધ ભરતીઓ માટેની શારીરિક કસોટીની પૂર્વ તૈયારી માટે યુવાનોને મદદરૂપ થઈ રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial