Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ર૦: ખંભાળિયા પાલિકામાં હાલ કાયમી સફાઈ કામદારોની જગ્યાઓ ખાલી છે, ત્યારે તે પૈકી પાંચ જગ્યાઓ ભરવાની મંજુરી મળ્યા પછી તેની પ્રક્રિયા પણ થઈ ગયાને દોઢ-બે વર્ષ જેટલો સમય થઈ ગયો છતાં તથા આ અંગે સફાઈ કામદારો દ્વારા દોઢેક વર્ષ પહેલા પ્રતીક ઉપવાસ આંદોલન પણ કરાયેલું તે પછી પાલિકાની સામાન્ય સભાઓમાં ઠરાવો થઈ જવા છતાં પ્રક્રિયા પછી વારંવાર ભરતી થશે તેમ કહેવા છતાં પણ લાંબા સમયથી કંઈ કાર્યવાહી થઈ નથી.
ખંભાળિયા સફાઈ મંડળના અગ્રણી તથા રાજ્ય સફાઈ કાર્ય મહામંડળના મહામંત્રી રમેશભાઈ વાઘેલાની આગેવાનીમાં ૧૧ સફાઈ કામદારો અગ્રણીઓનું પ્રતિનિધિ મંડળે રાજકોટ પ્રાદેશિક ન.પા. નિયામક મહેશ જાનીને મળીને રજૂઆત કરીને લાંબા સમયનો આ પ્રશ્ન હલ કરવા માટે જણાવતા તેમણે તુરંત યોગ્ય કરવા ખાતરી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial