Advertisement
Author: નોબત સમાચાર

નગરની મધ્યે જોગર્સ પાર્કનું ઔષધિ ઉદ્યાન પુનઃ ખુલ્લુ મૂકાય તેવી સંભાવના

થોડા સમય પહેલા જામસાહેબે તાળા મરાવી દીધા હતાં, ત્યાં સાફસફાઈ, મરામત અને નવીનિકરણનું કામ શરૃઃ

જામનગર શહેરના પોશ વિસ્તારની મધ્યમાં જોગર્સ પાર્કમાં આવેલ પૂજ્ય ધનકુંવરબા સ્વામી આયુર્વેદિક ઔષધિ ઉદ્યાનની વિશાળ જગ્યામાં જામનગરના અનેક લોકો મોર્નીંગ-ઈવનીંગ વોક માટે આવતા હતાં, પણ થોડા વર્ષો અગાઉ આ વોકીંગ સ્થળે કેટલાક લુખ્ખા અને માથાભારે શખ્સો દ્વારા ગેરઉપયોગ થતો હોવાની, મહિલાઓની છેડતી, દારૂની મહેફીલો થતી હોવાની ફરિયાદો ઊઠવા પામતા જામસાહેબે તેમની માલિકીના આ વિશાળ સ્થળને તાળા મારી દીધા હતાં. વર્ષોથી આ અત્યંત ઉપયોગી, વૃક્ષો સાથેના હરિયાળા વોકીંગ ઝોન-ગાર્ડન બંધ હાલતમાં હોવાથી વેરાન બની ગયું હતું અને આ ઉદ્યાન ફરીથી લોકો માટે ખુલ્લુ મૂકવા માટે પણ માંગણી ઊઠવા પામી હતી. પણ હવે... જામનગરવાસીઓને આનંદના સમાચાર મળે તેવી શક્યતા સર્જાઈ છે. આ વિશાળ અને હરિયાળા વેરાન બની ગયેલા સ્થળની સાફ-સફાઈ ચાલુ કરવામાં આવી છે. જેથી બે-ચાર દિવસમાં જ નવા સ્થળ પુનઃ આકર્ષક ગાર્ડનના સ્વરૂપમાં આવી જશે. જોઈએ હવે, આ ચોખ્ખા થયેલા સ્થળને જાહેર જનતા માટે ફરીથી ખુલ્લુ મૂકવા માટે નામદાર જામસાહેબ શું નિર્ણય કરે છે? સારા અને પ્રજાપયોગી નિર્ણયની અપેક્ષા રાખીએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh