Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં ૧૦ ડિસેમ્બર સુધી ચાલશે વિશેષ સ્વચ્છતા ઝુંબેશ

શ્રેષ્ઠ કર્મીઓનું સન્માનઃ લાભાર્થીઓને મંજૂરી હુકમોઃ ડીડીઓએ યોજી બેઠક

જામનગર તા. ૨૦: જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિકટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક યોજાઈ હતી, જેમાં સમગ્ર જામનગર જિલ્લામૉ ૧૯ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર સુધી સ્વચ્છતા અંગે ચાલનારી વિશેષ ઝુંબેશ અંગે ચર્ચા- પરામર્શ સાથે જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે સ્વચ્છ ભારત મિશન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓને સન્માનિત કરાયા હતાં.

સ્વચ્છ ભારત ગ્રામીણ ફેઝ-૨ ના સુચારૂ અમલીકરણ માટે કલેકટર કચેરી, જામનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીકટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક યોજાઈ હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ભારત સરકારના જલ શિકત મંત્રાલય દ્વારા ૧૯ મી નવેમ્બર ૨૦૨૪ ના રોજ વિશ્વ શૌચાલય દિવસ નિમિતે સ્વચ્છતા અંગે જનજાગૃતિ વધારવા માટે જાહેર કરેલી વિવિધ માર્ગદર્શિકાઓના સુચારુ અમલીકરણ માટે વિવિધ સૂચનો કરાયા હતાં. જિલ્લામાં ૧૯ નવેમ્બરથી આપણું શૌચાલયઃ આપણું સન્માન અભિયાનની શરૂઆત કરાઈ છેં જેમાં જિલ્લામાં આગામી ૧૦ ડિસેમ્બર સુધી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે સ્વચ્છ ભારત મિશન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓને પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરાયા હતા આ સાથે સરકારની સહાયથી શૌચાલય બનાવનાર લાભાર્થીઓને પણ વહીવટી મંજુરી હુકમો એનાયત કરાયા હતાં.

અભિયાન અંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડે જણાવ્યું કે, સરકારની ગાઈડલાઈન મુજબ જિલ્લામાં સ્વચ્છતા અંગે વિશેષ ઝુંબેશ હાથ ધરાશે, જેમાં ગ્રામ્ય સ્તરે તથા બસ સ્ટેન્ડ, બજાર વિસ્તાર, ધાર્મિક અને પ્રવાસન સ્થળો, શાળા, આંગણવાડી, અને આરોગ્ય કેન્દ્રમાં બંધ હાલતમાં હોય તેવા સામૂહિક શૌચાલયની ઓળખ કરી ત્યાં જરૂરી સુવિધાઓ ઉભી કરી પુનઃ ચાલુ કરાવવા, પાણી, દરવાજાનું સમારકામ, વીજળી વગેરે જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. સાથે સાથે તેઓ દ્વારા ગામડાઓમાં શૌચાલય નિર્માણ માટે બાકી રહેલા લાભાર્થીઓની ઓળખ કરવા તેમજ ઓટીએ ગ્રાન્ટનો ઉપયોગ કરી દરેક ગામોમાં સાર્વત્રીક સ્વચ્છતા જાળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર બી.એન. ખેર સહિત જિલ્લા ડિસ્ટ્રિકટ વોટર એન્ડ સેનિટેશન મિશન કમિટીના સભ્ય ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh