Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતના ભાજપના રાજકારણમાં નવાજુનીના એંધાણઃ મંત્રી મંડળમાં ફેરફાર માટે કવાયત

આગામી એકાદ અઠવાડિયામાં

જામનગર તા. ર૦: ગુજરાત રાજ્યમાં આગામી એકાદ અઠવાડિયામાં સત્તાધારી ભાજપમાં નવાજુની થશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. પક્ષના અંતરંગ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે મંત્રીમંડળમાં પણ કેટલાક ચોંકાવનારા ફેરફાર થાય તો નવાઈ નહીં.

આ અંગે બીનસત્તાવાર રીતે જાણવા મળતી વિગતો મુજબ બે-એક દિવસ પહેલા રાજ્યના મુખ્યમંત્રીને ભાજપ મોવડી મંડળનું દિલ્હી આવવાનું તેડું આવ્યું હતું તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે બેઠક યોજાઈ હતી અને ગુજરાતમાં પ્રવર્તમાન સ્થિતિ અંગે લંબાણપૂર્વક ચર્ચા થઈ હતી.

આ બેઠક અને ચર્ચામાં એવું નક્કી થયાનું જાણવા મળ્યું છે કે રાજ્યના રાજ્યકક્ષાના ગૃહમંત્રીના સ્થાને અન્ય કોઈ નેતાને જવાબદારી સોંપાશે. તેમજ સૌથી ચોંકાવનારી બાબત એ જાણવા મળી છે કે કુંવરજીભાઈ બાવળિયાને નાયબ મુખ્યમંત્રી પદ આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય કેટલાક મંત્રીઓના ખાતામાં ફેરફાર પણ થશે તેમજ બે-ચાર નવા મંત્રીઓનો ઉમેરો પણ કરવામાં આવશે. રાજ્યની ચાર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં વિજેતા થયેલામાંથી કોઈને મંત્રીપદ નહીં આપવાનો નિર્ણય પણ લેવાયો હોવાનું જાણવા મળે છે અર્થાત અર્જુનભાઈને વધુ રાહ જોવી પડે તેમ છે.

ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સારી સ્થિતિ નહીં હોવાના મુદ્દે અને હોસ્પિટલોમાં કૌભાંડો અંગે ચર્ચા થઈ હોવાથી નજીકના ભવિષ્યમાં જ નવાજુની થવાના સંકેતો મળી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh