Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સકંલ્પ ગ્રુપના સહયોગથી
ખંભાળીયા તા. ૨૦: રક્તદાન મહાદાન છે. રક્ત એ ફેક્ટરીમાં બનતું નથી અને રક્તની અછત ફક્ત રક્તથી જ પૂરી શકાય છે. સરકારી હોસ્પિટલમાં રક્તની અછત રહે છે આથી ભાણવડ તાલુકાના આરોગ્ય વિભાગના મોરઝર કેન્દ્રની ટીમ, નવાગામ આયુષ્માન કેન્દ્રની ટીમ, નવાગામ સરપંચ અને ત્યાંની યુવા ટીમ અને સંકલ્પ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ કેમ્પમાં ૨૭ બોટલ જેટલું રક્ત એકત્ર થયું હતું. કેમ્પમાં એકત્ર થયેલ રક્ત ખંભાળીયા જનરલ હોસ્પિટલ બ્લડ બેન્કમાં આપવામાં આવ્યું છે. કેમ્પમાં રક્તદાતાઓને ડૉ. રાબડીયા ભાણવડ દ્વારા પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી અને ડૉ. નિશિત મોદી ભાણવડનો પ્રશસ્તિપત્રમાં સહયોગ પ્રાપ્ત થયો હતો.
વધુમાં ડાયાબિટીસ ડે નિમિત્તે મફત તપાસ, નિદાન અને સારવાર પણ આયુષ્માન આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
આ કેમ્પને સફળ બનાવવા સંકલ્પ ગ્રુપનો સહયોગ મળ્યો હતો. આ ગ્રુપ છેલ્લા બે વર્ષથી ભાણવડ તાલુકામાં રક્તદાન માટે કાર્યરત છે અને એના તમામ સભ્યો નામ સન્માન વિના આ ગ્રુપમાં સેવાનું કાર્ય કરી રહ્યા છે. આ પ્રસંગે લોકોએ વધુમાં વધુ રક્તદાન કરી અન્યને પ્રેરણા આપવા અને જીવનદાન આપવા તાલુકા આરોગ્ય કચેરી ભાણવડ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial