Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મનપામાં જન્મ-મરણના દાખલા કાઢવામાં ત્રણ-ત્રણ અઠવાડિયા!: હાલાકી

ડિજિટલ ઈન્ડિયાના દાવા અને ઈન્ટરનેટ યુગ છતાં

જામનગર તા. ર૦: એક તરફ જમાનો અત્યાધુનિક બન્યો છે. દેશ હાલ ર૧ મી સદીમાં પ્રગતિ કરી રહ્યો છે, જ્યારે જામનગર મહાનગરપાલિકાની જન્મ-મરણ શાખામાં આજે પણ ઢબ મુજબ અને ઢંગધડા વગરની મશીનરીથી કામ કરવામાં આવે છે. પરિણામે લોકો- અરજદારો પરેશાન થઈ રહ્યા છે, પરંતુ મહાનગરપાલિકાના કમિશનર, મેયર અથવા સ્ટે. ચેરમેનને ક્યારેય જન્મ-મરણ શાખાની આકસ્મિક મુલાકાત લીધી નથી અને લોકોની સમસ્યા જાળવવાની તસ્દી પણ લીધી નથી.

આજે તમામ કામગીરી કોમ્પ્યુટરાઈઝ્ડ થઈ રહી છે. સાધન સામગ્રીની સુવિધા વધી છે, પરંતુ જામનગર મહાનગરપાલિકાની જન્મ-મરણ શાખામાં જાણે વધારાની અથવા તો આંગણિયાત હોય તેમ જોવા મળે છે.

આ શાખામાં પૂરતો સ્ટાફ નથી, પૂરતા સાધનો નથી પરિણામે જન્મ કે મરણના દાખલા મેળવવા માટે ત્રણ અઠવાડિયા સુધી અરજદારોને રાહ જોવી પડે છે.

મૃત્યુના કિસ્સામાં આદર્શ સ્મશાનમાંથી દર સોમવારે અને ગુરુવારે મૃતકોની યાદી મહાનગરપાલિકાને મોકલી આપવામાં આવે છે. એટલે કે મૃત્યુ પછી મરણજનારની વિગત ત્રણ કે ચાર દિવસમાં મહાનગરપાલિકાને મળી જાય છે, પરંતુ ર૦ થી રપ દિવસ સુધી મરણનો દાખલો અરજદારને મળતો નથી. આથી મૃતકના સ્વજનને અનેક સમસ્યાનો સામનો કરવો પડ્ે છે. હકીકતે જે દિવસે સ્મશાનમાંથી વિગત મળે એ જ દિવસે કોમ્પ્યુટરમાં તેની એન્ટ્રી કરી નાંખવી જોઈએ જેથી ચાર-પાંચ દિવસમાં મરણનો દાખલો મળી જાય, પરંતુ સ્ટાફનો અભાવ છે. માટે આજના કોમ્પ્યુટરાઈઝ્ડ સમયમાં પણ ત્રણ ત્રણ અઠવાડિયાનો સમય લાગે છે.

શું વધારાના કોન્ટ્રાક્ટ બેઈઝવાળા માણસો રાખીને આ કામગીરી ઝડપથી કરી ન શકાય? કારણ કે તે ખૂબ જ જરૂરી છે. આમ પણ મહાનગરપાલિકામાં લાખો રૂપિયાના જરૂરી વગરના ખર્ચાઓ થતા જ રહે છે.

જામનગર મહાનગર પાલિકાના અધિકારીઓ, અને પદાધિકારીઓ આ બાબતે નિષ્ઠાપૂર્વક ધ્યાન આપવાની જરૂર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh