Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૨૪ નવેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન
ખંભાળિયા તા. ૨૦: અલ્ટેવોલ એલેકઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી, અમદાવાદમાં તા. ૨૫ નવેમ્બરથી તા. ૦૬ ડિસેમ્બર સુધી ૧૦ થી ૧૪ વર્ષના ટેનીસ ખેલાડીઓની વિનામૂલ્યે તાલીમ માટે પસંદગી પ્રક્રિયા યોજાશે. જેમાં ભાગ લેવા ઈચ્છુક દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટેનીસ રમતના ખેલાડી ભાઈ બહેનોએ ૨૪ નવેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને અલ્ટેવોલ એલેકઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી વચ્ચે અમદાવાદમાં ટેનીસ રમતનું બિન-નિવાસી કેન્દ્ર શરૂ કરવા માટે એમ.ઓ.યુ. કરવામાં આવેલ છે. શુકન-૬, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદમાં કાર્યરત અલ્ટેવોલ એલેકઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સટીમાં ૧૦ થી ૧૪ વર્ષના ટેનિસ રમતના ખેલાડી ભાઈઓ-બહેનોની પસંદગી વિદેશી કોચ દ્વારા વિનામૂલ્યે તાલીમ માટે તા. ૨૫-૧૧-૨૦૨૪ થી તા. ૦૬-૧૨-૨૦૨૪ સુધી સવારે ૧૦ કલાકથી પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.
મુખ્ય કોચ, સ્પોટર્સ ઓથારિટી ઓફ ગુજરાત, ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છુક ટેનિસના ખેલાડીઓએ તા. ૨૪-૧૧-૨૦૨૪ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી, જરૂરી પ્રમાણપત્રો (જન્મનો પુરાવો, ટેનીસ રમતની સ્પર્ધામાં મેળવેલ સિદ્ધિઓના પ્રમાણપત્રો, જીએસટીએ રેન્કીંગ, એઆઈટીએ રેન્કીંગ, આઈટીએફ રેન્કીંગ પ્રમાણપત્ર) સાથે હાજર રહેવાનું રહેશે.
રજીસ્ટ્રેશન માટે અલ્ટેવોલ એલેકઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી ૯૯૭૮૯ ૭૧૯૧૯ અને ઈ-મેઈલ આઈડી ૈહર્કજ્રટ્ઠઙ્મંીર્દૃઙ્મ.ર્ષ્ઠદ્બ પર સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial