Advertisement
Author: નોબત સમાચાર

ઉત્તરપ્રદેશમાં પેટાચૂંટણી બની હિંસકઃ ટોળાએ પથ્થરમારો કરતા પોલીસનો લાઠીચાર્જ

મીરાપુરમાં મતદાન દરમિયાન મામલો બીચક્યોઃ

નવી દિલ્હી તા. ર૦: યુપીમાં પેટાચૂંટણીમાં મતદાન વચ્ચે હોબાળા પછી પથ્થરમારો થયો હતો. પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાથી ચૂંટણી હિંસક બની હોવાનું જાણવા મળે છે.

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની સાથે ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજ્યોની ૧પ વિધાનસભા બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભાની તમામ ર૮૮ બેઠકો અને ઝારખંડમાં બીજા તબક્કાની ૩૮ બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. એવામાં યુપીમાં આજે ૯ વિધાનસભા સીટો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે.

આ દરમિયાન મુઝફ્ફર નગરની મીરાપુર સીટ પર યોજાઈ રહેલી પેટાચૂંટણી દરમિયાન પથ્થરમારો થયો છે, જે પછી પોલીસ એક્શનમાં આવી છે. આ સીટ પર પેટાચૂંટણી દરમિયાન પોલીસ પર ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે પોલીસ મતદારો મતદાન કરતા અટકાવી રહી હતી. કેટલાક લોકોને તો મતદાન કર્યા વગર જ મતદાન મથકોથી કાઢી મૂકવામાં આવ્યા હતાં, જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

આ પછી કેટલાક લોકોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેથી પોલીસ એક્શનમાં આવી અને સમગ્ર વિસ્તારમાં ફ્લેગમાર્ચ કરી હતી. હોબાળો જોતા એસએસપીને ભારે પોલીસ ફોર્સ સાથે ઘટના સ્થળે પહોંચીને મામલો નિયંત્રણમાં લાવવાનો પ્રયત્ન કર્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh