Advertisement
Author: નોબત સમાચાર

તિરૂપતિ મંદિરમાં હવે માત્ર બે કલાકમાં થશે દર્શન

લાંબી લાંબી લાઈનોમાંથી મુક્તિઃ અદ્યતન ટેકનોલોજી એ.આઈ.ની મદદથી

અમરાવતી તા. ર૦: તિરૂપતિ મંદિરમાં હવે બે કલાકમાં દર્શન થઈ શકશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી નવી દર્શન વ્યવસ્થા બનાવવામાં આવશે. તેથી હવે વીઆઈપી ક્વોટા બંધ કરી દેવામાં આવશે, તેવી જાહેરાત તિરૂપતિ દેવસ્થાન બોર્ડે કરી છે.

આંધ્રપ્રદેશના તિરૂમાલા સ્થિત જગપ્રસિદ્ધ તિરૂપતિ મંદિરમાં દર્શનની વ્યવસ્થામાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ભક્તોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમાં બોર્ડે નિર્ણય લીધો છે કે આર્ટિશિયલ ઈન્ટેલિજન્સ અને અત્યાધુનિક ટેકોલોજીની મદદથી નવી દર્શન વ્યવસ્થા બનાવવામાં આવશે અને નવી વ્યવસ્થા હેઠળ ભક્તોને માત્ર ર કલાકમાં ભગવાન વેંકટેશ્વરના દર્શન કરાવવામાં આવશે. હાલમાં તિરૂપતિ મંદિરમાં દર્શન માટે ભારે ભીડ હોય છે. તેમાંથી છૂટકારો મળશે. લોકોને લાઈનમાં ર૦ થી ૩૦ કલાક ઊભા રહેવું પડે છે. મંદિરમાં રોજ એક લાખ શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. નાના બાળકો સાથે દર્શન કરવા આવતા લોકોની પરિસ્થિતિ ભારે વિકટ થાય છે, પણ હવે આવી વ્યવસ્થા ભૂતકાળ બનવા જઈ રહી છે. નવી વ્યવસ્થા હેઠળ હવે ભક્તો માત્ર ર કલાકમાં દર્શન કરી શકશે, જેના કારણે મંદિરમાં આવતા ભક્તોને ઝડપથી અને સુવિધાનજનક દર્શનનો અનુભવ થશે.

તિરૂપતિ દેવસ્થાન બોર્ડે એવી પણ જાહેરાત કરી છે કે હવે વીઆઈપી ક્વોટા બંધ કરી દેવામાં આવશે. આનાથી વીઆઈપી દર્શનને લઈને થતા વિવાદો પણ અટકી જશે. હવે બધા જ ભક્તો સમાન રીતે ભગવાન વેંકટેશ્વરના દર્શન કરી શકશે.

તિરૂપતિ દેવસ્થાનમ્ બોર્ડે એમ પણ જણાવ્યું હતું કે અહીંના સ્થાનિકો માટે દર મહિનાના પહેલા મંગળવારે દર્શનની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. હવેથી કોઈપણ નેતા મંદિર પરિસરમાં રાજકીય નિવેદનો કરી શકશે નહીં. જો તેઓ આવા નિવેદનો કરશે તો તેમને કાનૂની નોટીસ મોકલવામાં આવશે. મંદિરનું ધાર્મિક વાતાવરણ જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

તાજેતરમાં તિરૂપતિ મંદિરમાં પ્રસાદમાં ભેળસેળયુક્ત ઘી જોવા મળ્યું હતું. લાડુ માટે વપરાતા ઘીમાં પ્રાણીની ચરબી જેવા વાંધાજનક ઘટકો જોવા મળ્યા હતં. આને લઈને ભારે વિવાદ થયો હતો. આ વિવાદ પછી પ્રસાદની વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh