Advertisement
Author: નોબત સમાચાર

હંજડાપર પાસે સર્જાયેલા બે મોટરના અકસ્માતમાં એક મહિલાનંુ થયું મૃત્યુ

દ્વારકામાં વૃદ્ધાને મોટરે ઠોકર મારીઃ

જામનગર તા. ૨૦: ખંભાળિયા-દ્વારકા વચ્ચે આવેલા હંજડાપરના પાટીયા પાસે ગઈકાલે સવારે વેગનઆર મોટર સાથે ક્રેટા મોટર ટકરાઈ પડતા એક મહિલાનું મૃત્યુ થયું છે. રોંગ સાઈડમાં મોટર ચલાવનાર શખ્સ સામે ગુન્હો નોંેંધાયો છે. દ્વારકા શહેરમાં ચાલીને જતાં વૃદ્ધાને અજાણી મોટરે ઠોકર મારી અકસ્માત સર્જયો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લીમડીમાં ભોગાવો નદીના કાંઠે રહેતા ભાવેશભાઈ ગિરીશચંદ્ર યાજ્ઞીક નામના પ્રૌઢ ગઈકાલે સવારે જીજે-૧-એચએસ ૫૨૪ નંબરની વેગનઆર મોટરમાં મીઠાપુરથી રવાના થઈને ખંભાળિયા તરફ આવતા હતા.

આ પ્રૌઢની સાથે તેમના પત્ની, પુત્ર, પુત્રી પણ હતા. તેઓ જ્યારે ખંભાળિયા નજીક હંજડાપર ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે જામનગર તરફથી આવતી જીજે-૧૮-ઈસી ૬૪૬૪ નંબરની ક્રેટા મોટર રોંગસાઈડમાં ધસી આવી હતી. તે મોટરને આવતી જોઈ ભાવેશભાઈએ પોતાની મોટર ધીમી કરી નાખવા ઉપરાંત હોર્ન વગાડવાનંુ શરૂ કર્યું હતું તેમ છતાં ક્રેટાના ચાલકે પુરપાટ ઝડપે ધસી આવી ધડાકાભેર અકસ્માત સર્જયો હતો.

આ અકસ્માતમાં ભાવેશ ભાઈ તેમજ સંગીતાબેન, ગીતાબેન, ઉન્નતીબેન, પ્રવીણભાઈને ઈજા થઈ હતી. અકસ્માતની જાણ થતા ૧૦૮ ધસી આવી હતી. તેમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે ખંભાળિયા દવાખાને ખસેડવામાં આવ્યા પછી ભાવેશ ભાઈના પત્નીનું મૃત્યુ નિપજ્યું છે. ખંભાળિયા પોલીસ મથકમાં તેઓએ ફરિયાદ નોંધાવી છે.

દ્વારકા શહેરમાં રહેતા ભરતભાઈ આલાભાઈ પરમાર નામના યુવાનના સાસુ ગાંગીબેન ગઈકાલે બપોરે મીરા હોટલ પાસેથી ચાલીને જતા હતા ત્યારે પાછળથી દોડી આવેલી અજાણી સફેદ રંગની મોટરે તેઓને ઠોકર મારી પછાડી દીધા હતા. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા ગાંગી બેનને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જી નાસી ગયેલી મોટરના ચાલક સામે ભરતભાઈએ ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh