Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૦: જામનગરમાં બેડેશ્વર ઓવરબ્રીજ નિચેનાં ભાગમાં મહાનગરપાલિકા દ્વારા શૌચાલય બનાવવામાં આવી રહ્યા છે. જે પૈસાનાં વેડફાટ સમાન અહીં જાહેર શૌચાલયની કોઈ જ જરૂરિયાત નથી. સામાજિક કાર્યકર અનવર નુરમામદ સંઘારે મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, અહિં કોઈ કોમર્શિયલ વિસ્તાર નથી અને દરેક રહેણાંક મકાનમાં શૌચાલયની સુવિધા છે. આ વિસ્તારમાં શેલ્ટર હોમ, આંગણવાડી, સાર્વજિનક દવાખાનાની સુવિધા છે. પરંતુ તેમાં પણ શૌચાલયની વ્યવસ્થા ઉપલબ્ધ છે.
આ શૌચાલય બનાવવા માટે કોણે સર્વે કર્યો? કયા કારણોસર જરૂરિયાત જોવા મળી? અધિકારીઓની અણઆવડતનાં કારણે આ શૌચાલય નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે પ્રજાનાં પૈસાનાં વેડફાટ સમાન છે. શું લોકો ઓવરબ્રીજ ઉતર્યા પછી શૌચાલયનો ઉપયોગ કરવા જશે ખરા? હકીકતે તો આ શૌચાલયનો ઉપયોગ કરતા દૂરઉપયોગ વધુ થશે તેવી દહેશત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial