Advertisement
Author: નોબત સમાચાર

આમરામાં કપડા સૂકવતી વખતે વીજ આંચકો લાગ્યા પછી મહિલાનું મૃત્યુ

ઉલ્ટી થવા લાગ્યા પછી સપડાના યુવાન પર કાળનો પંજોઃ

જામનગર તા. ૨૦: જામનગર તાલુકાના આમરા ગામમાં સપ્તાહ પહેલાં કપડા સૂકવી રહેલા એક મહિલાને કોઈ રીતે વીજ આંચકો લાગ્યો હતો. સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ થયું છે. જ્યારે સપડા ગામના એક યુવાનને ઉલ્ટીઓ થયા પછી સારવાર માટે જામનગર દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા. તેઓનું પણ મૃત્યુ થયાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગર-ખંભાળિયા રોડ પર આવેલા આમરા ગામમાં રહેતા મંજુલાબેન નરોત્તમભાઈ ધારવીયા નામના ચુમાલીસ વર્ષના મહિલા ગઈ તા.૧૨ના દિને પોતાના ઘરે કપડા સુકવતા હતા ત્યારે કોઈ રીતે તેઓને વીજ કરંટ લાગતા તેઓને ૧૦૮ મારફત જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ગઈકાલે મૃત્યુ નિપજ્યાનું પતિ નરોત્તમભાઈ ભવાનભાઈ ધારવીયાએ પોલીસમાં જાહેર કર્યું છે.

જામનગર-કાલાવડ રોડ પર આવેલા સપડા ગામમાં વસવાટ કરતા હિતેશભાઈ જીવરાજભાઈ ઝાલા (ઉ.વ.૪૪) નામના વાણંદ યુવાન ગઈ તા.પની સવારે પોતાના ઘરે હતા ત્યારે ઉલ્ટીઓ થવા લાગતા બેશુદ્ધ બની ગયા હતા. સારવાર માટે જામનગર જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવેલા આ યુવાનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યુું છે. મૃતકના મોટા ભાઈ દિલીપ ઝાલાએ પોલીસને વાકેફ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh