Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિક્ષણ, અન્નદાન અને ધાર્મિક ક્ષેત્રે દાનની સરવણી વહેવડાવી હતી
જામનગર તા. ૨૦: દેવભૂમિ દ્વારકા તથા પોરબંદર પંથકમાં શિક્ષણ ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે અને અન્નદાન ક્ષેત્રે અજોડ માનવતાની સુવાસ ફેલાવનાર દાતા જમનાદાસભાઈ રાયઠઠ્ઠાનો તાજેતરમાં લંડનમાં દેહવિલય થયો છે. વડવાઓનું મૂળ ચપર ગામ પરંતુ પોતાના જન્મ વતનમાં ન હોવા છતાં દ્વારકામાં માતાના નામથી દ્વારકાધીશ બાલઘર સંચાલિત સ્વ. કાશીબેન હરિદાસ મુલ્લા રાયઠઠ્ઠા પ્રાથિમક સ્કૂલ અર્પણ કરી ભાટિયામાં દ્વારકાધીશ સોસાયટીમાં શ્રી ગણેશ, રામપંચાયત, શ્રીનાથજી, તથા ગાયત્રી માતાજીના મંદર બંધ આપ્યા તેમજ માતુશ્રીના નામથી સ્વ. કાશીબેન હરિદાસ મુલ્લા રાયઠઠ્ઠા હોલ બનાવી આપ્યો હતો.
તે ઉપરાંત જામ-ખંભાળીયાની જાણીતી શિક્ષણ સંસ્થા સંસ્કાર એજયુકેશન ટ્રટમાં માતબર રકમનું દાન કરી ચાર માળનું અદ્યતન બિલ્ડીંગ બનાવી આપ્યું જેમાં તેમના સ્વર્ગસ્થ ધર્મપત્નીના નામથી સ્વ. મંજુલાબેન જમના-દાસભાઈ રાયઠઠ્ઠા સાયન્સ કોલેજ તથા પ્રાર્થના હોલ ચાલે છે.
પોરબંદર- છાયા સ્થિત સ્વામિનારાયણ સંસ્થાની નર્સિંગ કોલેજમાં અદ્યતન લાયબ્રેરી હોલનું દાન પણ તેમણે સ્વ. મંજુલાબેનની સ્મૃતિમાં કરેલ છે. ખંભાળિયા પંથકમાં ગરીબજનો માટે અનાજના કીટનું વિતરણ તેમણે કોઈપણ જાહેરાત વિના દાયકાઓથી કરેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial