Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેલેસ્ટિક મિસાઈલનો જવાબ પરમાણુ બોમ્બથીઃ પુતિન
નવી દિલ્હી તા. ર૦: યુક્રેન પર રશિયા પરમાણુ હુમલો કરે તેવી દહેશત ઊભી થતા યુરોપના કેટલાક દેશો સતર્ક થઈ ગયા છે અને ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો ઊભો થયો છે.
યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ હવે ભયંકર વળાંક લેવા જઈ રહ્યું છે અને વિશ્વને ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો છે. રશિયાએ બેલેસ્ટિક મિસાઈલ હુમલાનો જવાબ પરમાણુ હુમલાથી આપવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં સવાલ ઊઠી રહ્યો છે કે શું હવે કરશિયા યુક્રેન પર પરમાણુ હુમલો કરશે?
નિષ્ણાતો કહી રહ્યા છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ બેલેસ્ટિક મિસાઈલ હુમલો કરીને લક્ષ્મણ રેખા પર કરી છે. આ જ કારણ છે કે હવે યુરોપિયન દેશો પરમાણુ યુદ્ધના ખતરાને લઈને સતર્ક થઈ રહ્યા છે. નોર્વે-ફિનલેન્ડ-ડેનમાર્કમાં લોકોએ ખાદ્ય પદાર્થો અને અન્ય આવશ્યક તીજવસ્તુઓ એકત્રિત કરવાનું શરૂ કરી દીધું છે. તે જ સમયે, રશિયામાં એન-રેઝિસ્ટન્ટ મોબાઈલ બંકર બનાવવાનું કામ પણ શરૂ થઈ ગયું છે.
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને એક હજાર દિવસ વીતી ગયા છે. આ યુદ્ધ યુરોપિયન દેશોના તણાવમાં સતત વધારો કરી રહ્યું છે. હાલમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને યુક્રેનને રશિયા પર લાંબા અંતરની મિસાઈલોથી હુમલો કરવાની મંજુરી આપી છે. એટલે કે યુક્રેનને રશિયાની અંદર હુમલા માટે સુપરસોનિક મિસાઈલ ટેક્ટિકલ મિસાઈલ સિસ્ટમનો ઉપયોગ કરવાની મંજુરી મળી ગઈ છે.
અમેરિકાના આ નિર્ણય પછી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને તેણે પરમાણુ હુમલાના નિયમો પણ બદલી નાખ્યા હતાં. પુતિને જાહેરાત કરી છે કે જો યુક્રેન બેલેસ્ટિક મિસાઈલ છોડશે તો પરમાણુ હુમલો કરવામાં આવશે.
યુક્રેન રશિયાની અંદર નિશાન બનાવીને છ લાંબા અંતરની અમેરિકન મિસાઈલો છોડી તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. યુક્રેન અગાઉ પણ મિસાઈલનો ઉ૫યોગ કરતું હતું, પરંતુ તેનો ઉપયોગ સરહદી વિસ્તારો સુધી મર્યાદિત હતો. આ એક સરફેસ ટુ સરફેસ બેલેસ્ટિક મિસાઈલ છે, જે ૩૦૦ કિલોમીટર દૂર સુધીના ટાર્ગેટને મારી શકે છે. તેની લાંબા અંતરની સ્ટ્રાઈક ક્ષમતાના કારણે આ મિસાઈલ યુક્રેન માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
કેટલાક દેશો માને છે કે ત્રીજા વિશ્વ યુદ્ધનો સમય હવેદૂર નથી. નિષ્ણાતોનું કહેવું છે કે રશિયાની નવી પરમાણુ નીતિથી ત્રીજા વિશ્વ યુદ્ધનું જોખમ વધી ગયું છે. આ જ કારણ છે કે ડરી ગયેલા નાટો દેશોએ પોતાના નાગરિકોને પેમ્ફ્લેટ જારી કરીને યુદ્ધની તૈયારી કરવાની સલાહ આપી છે.
રશિયાએ નિયમોમાં ફેરફાર કર્યો છે અને કહ્યું કે જો કોઈ બિન-પરમાણુ દેશ પરમાણુ શક્તિ ધરાવતા દેશના સમર્થનથી હુમલો કરશે તો તેને રશિયા સામે યુદ્ધ માનવામાં આવશે. રશિયા બેલેસ્ટિક મિસાઈલ હુમલાનો જવાબ પરમાણુ હુમલાથી આપવામાં આવશે.
રશિયન સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ અને પુતિનના નજીકના દિમિત્રી મેદવેદેવે ત્રીજા વિશ્વ યુદ્ધની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, રશિયા વિરૂદ્ધ છોડવામાં આવેલી મિસાઈલને હુમલો માનવામાં આવશે. તેના જવાબમાં રશિયા યુક્રેન અને નાટો બેઝ પર હુમલો કરી શકે છે. મતલબ કે ત્રીજા વિશ્વ યુદ્ધનો સમય આવી ગયો છે. રશિયાનું કહેવું છે કે અમેરિકાની બહાર નીકળી રહેલી સરકાર હવે યુદ્ધ ભડકાવવા માંગે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial