Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાતરની અછતમાં આંશિક રાહતઃ વિક્રેતાઓને ત્યાં ખેડૂતોની કતારો

ખંભાળિયા તા. ર૦: રવિ પાકના વાવેતર માટે ડીએમ ખાતરનો જથ્થો ખેડૂતોને તાકીદે પૂરો પાવાના મુદ્દે જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત ગુજરાતભરમાં ભારે હોબાળો મચી ગયો અને ખેડૂતો, ખેડૂત આગેવાનો, સંગઠનો દ્વારા ઉગ્ર રજૂઆતોના પગલે સરકાર દ્વારા ખાતરની ફાળવણી કરવામાં આવી રહી છે. ખંભાળિયા તથા દ્વારકા જિલ્લામાં સતત ડી.એ.પી.ના માંગને લઈને ઉપર વારંવાર ખાતરની માંગણી કરતા અગાઉ એસડબલ્યુમાંથી ટ્રક મારફતે ડી.એ.પી.નો જથ્થો આવેલો હતો જ્યારે ગઈકાલે હાપામાં રેક ભરીને માલ આવ્યો હતો જે રેલવે વેગનોમાં ત્યાંથી આવતા દ્વારકા જિલ્લામાં પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ઓનલાઈન વેંચાણ મુજબમાં માલનો જથ્થો વિક્રેતા પાસેથી વેંચાણ કરવા માટે તંત્રની ઓનલાઈન પરમીશન પછી જ થઈ શકે તેમ હોય, ગઈકાલે આ પ્રોસીજરમાં મોડું થતાં ખંભાળિયાની સર્વોદય મંડળીમાં લાંબી કતારો લાગતા ખેતી-વાડી અધિકારીના સંકલનથી વિતરણ શરૂ થયું હતું.

સર્વોદય મંડળીના પ્રમુખ તથા સરકારી તંત્રના અગ્રણી જેન્તીભાઈ નકુમે જણાવેલ કે ડી.એ.પી. ખાતરનો જથ્થો આવતા જ તેમણે સવારે તથા સાંજે પણ વિતરણ ચાલુ રાખીને ખેડૂતોને માલ પૂરો પાડ્યો હતો. હાલ માંગ ખૂબ જ છે. ત્યારે જો ઉપરથી ખાતરની સપ્લાય થાય તો દિવસે તો ઠીક પણ રાત્રિ આખી વેંચાણ ચાલુ રાખીને ખેડૂતોને માલ આપવા આ સહકારી મંડળીએ સહમતિ આપી હતી. ગઈકાલે કતારો લાગતા સ્થિતિ તંગ થતા બે કલાક પોલીસ પણ બંદોબસ્તમાં આવી ત્યારે વ્યવસ્થા થઈ હતી.

તંત્રની તપાસ

ખંભાળિયામાં ગઈકાલે એક જ દિવસમાં શહેરમાં જ પાંચ સ્થળે ગાડીઓ ભરીને ખાતરનો જથ્થો આવેલો હતો, પરંતુ વેંચાણ અને ખરીદી માટેની લાઈનો માત્ર સહકારી સંસ્થાની દુકાનના વિતરણમાં જ થતા ખેતીવાડી તંત્રના અધિકારીઓ દ્વારા ખાસ ઈન્સ્પેક્ટરોને મોકલીને તે અંગે તપાસ પણ શરૂ કરી છે. કેટલી થેલી આવી, કેટલું વિતરણ થયું તે અંગેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે, જો કે હજુ ડી.એ.પી. ખાતરની માંગ હોય વધુ આવે તે માટે ખેડૂતોએ માંગણી કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh