Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... ગુરૂવારે શેરબજારમાં કારોબારની શરૂઆત તેજી સાથે થઈ હતી.સેન્સેક્સ ૧૨૬ પોઈન્ટના ઉછાળા સાથે ૭૬૫૩૨ ના સ્તરે હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૪ પોઈન્ટની ઉછાળા સાથે ૨૩૨૪૦ના સ્તરે કામકાજ કરી રહ્યો હતો,જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૨૨ પોઈન્ટની ઉછાળા સાથે ૪૮૭૭૦ના સ્તરે કામકાજ કરી રહ્યો હતા. મેક્સિકો અને કેનેડા પર ૨૫%ની ટેરિફ વધારવાની સાથે આગામી મહિનાઓમાં વિશ્વભરના દેશો પર વધતે-ઓછે અંશે ટેરિફમાં વધારો થશે એવી સંભાવના પાછળ ભારત પણ આમાંથી બાકાત નહીં રહે તેવી દહેશતે ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જોવા મળી રહી છે.
જાન્યુઆરી માસમાં સ્થાનિક ફંડો અને સંસ્થાઓની અંદાજીત રૂ. ૫૩૫૦૦ કરોડની ખરીદી સામે એફપીઆઇએ રૂ. ૫૧૦૦૦ કરોડની વેચવાલીના દબાણે સેન્સેક્સ-નિફ્ટી અંદાજીત ૨.૫% ઘટ્યા છે જયારે મિડકેપ તેમજ સ્મોલકેપમાં ૫% થી વધુનો ઘટાડો થયો છે. એફઆઈઆઈની સતત વેચવાલી તેમજ આર્થિક મંદીની ભીતિ વચ્ચે રોકાણકારો ટ્રમ્પની નીતિ અને આગામી બજેટમાં રજૂ થનારી જાહેરાતો મુદ્દે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ટ્રમ્પના આગમન પછી આરંભમાં નીચો ઉતર્યો હતો પરંતુ ત્યારબાદ ટ્રમ્પ દ્વારા કેનેડા તથા મેક્સિકો પર ફેબ્રુઆરી માસથી ૨૫% સુધીની ટેરીફ લાદવાનો સંકેત અપાતાં ડોલર સામે રૂપિયામાં મોટી અફડાતફડી જોવા મળી હતી, જયારે ટ્રમ્પે અમેરિકામાં ક્રૂડનું ઉત્પાદન વધારવા તથા વ્યુહાત્મક સ્ટોક વધારવાના સંકેતોએ ક્રૂડતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.
શરૂઆતના વેપારમાંના ટોપ ગેઇનર્સમાં લાર્સેન,ગ્રાસીમ, કોટક મહિન્દ્રા બેન્ક, એચડીએફસી બેન્ક, ભારતી ઐરટેલ, વોલ્ટાસ, રિલાયન્સ, ભારત ફોર્જ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, ડીએલએફ જેવા શેરમાં વધારો જોવા મળ્યો હતો. ટોપ લુઝર્સમાં ટીસીએસ, ટોરેન્ટ ફાર્મા, એસીસી, ઈન્ફોસીસ, એચસીએલ ટેકનોલોજી, સન ફાર્મા જેવા શેરમાં ઘટાળો જોવા મળ્યો હતો.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૩%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૬૧% વધીને અને નેસ્ડેક ૧.૩૧% વધીને સેટલ થયા હતા.બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૨% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં ગુરૂવારે કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૦૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૭૪ અને વધનારની સંખ્યા ૧૭૮૪ રહી હતી,૧૪૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૭૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા.... મિત્રો, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪ - ૨૫ માટે દેશનો જીડીપી વૃદ્ધિ દર ૬.૪% રહેવાનો અંદાજ જાહેર કર્યો છે, જ્યારે ગત નાણાકીય વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા ૮.૨%ના દરે વૃદ્ધિ પામી હતી. છેલ્લા કેટલાક સમયથી ઘટતા વોલ્યૂમ સાથે બજાર કોન્સોલિડેટ થઇ રહ્યું છે તે બજારમાં ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સના ઘટેલા રસને સૂચવે છે. હવે જો વધુ લાંબો સમય કોન્સોલિડેશનની સ્થિતિ રહેશે તો આની વિપરીત અસર થઈ શકે છે, જો કે હવે વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનું સુકાન સંભાળતા વિશ્વની વેપાર નીતિ પર તેની અસર અને જીઓપોલિટીકલ પરિબળ કેવા વળાંક લે છે એના પર વૈશ્વિક બજારોની સાથે ભારત ીય શેરબજારની નજર રહેશે.
ઉપરાંત, આગામી મહિનામાં ફોરેન ફંડોનો રોકાણ વ્યુહ કેવો રહેશે અને ફંડ એલોકેશન કેવું રહેશે એના સંકેત મળવા સુધી દરેક ઉછાળે સાવચેતી આવશ્યક છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ બે ત્રિમાસિકમાં નબળા દેખાવ બાદ ભારતીય કંપનીઓની ત્રીજા ત્રિમાસિક ગાળાની કામગીરી પણ નબળી જોવા મળતા હવે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં આરબીઆઈની પોલિસી બેઠક પર ભારતીય શેરબજારની નજર રહેશે.
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ.૭૯૪૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૭૯૪૮૭ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૭૯૩૯૩ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૯૬ પોઈન્ટના ઘટાળા સાથે રૂ.૭૯૪૬૮ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૯૧૪૨૩ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૧૫૩૧ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૧૪૦૫ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૪૨૭ પોઈન્ટના ઘટાળા સાથે રૂ.૯૧૫૧૭ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રૂખ
ઈન્ફોસીસ લીમીટેડ (૧૮૭૪) : ઈન્ફોસીસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૬૦ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૮૫૦ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૮૮ થી રૂ.૧૯૦૧ સુધી તેજી તરફી ધ્યાન...!!!
વોલ્ટાસ લીમીટેડ (૧૫૦૦) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૯૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૪૮૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૫૧૫ થી રૂ.૧૫૨૭ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.!!!
મહાનગર ગેસ (૧૨૮૦) : ૧૨૭૦ નો પ્રથમ તેમજ રૂ.૧૨૬૦ ના એલપીજી/સીએનજી/પીએનજી સપ્લાયર્સ સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૯૧ થી રૂ.૧૩૦૧ સુધીની તેજી તરફી રૂખ નોધાવશે...!!!
એક્સીસ બેન્ક (૯૫૨) : પ્રાઈવેટ બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૬૧ થી રૂ.૯૭૨ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૯૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!
જીન્દાલ સ્ટીલ (૯૦૨) : રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૮૮૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સ્ટીલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૯૧૯ થી રૂ.૯૨૬ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ...!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.