Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'નો પાર્કિંગ બોર્ડ લગાડેલ છે' પણ તેનો અમલ થતો નથી...!!
જામનગર તા. ર૦: જામનગરના અતિ વ્યસ્ત એવા જી.જી. હોસ્પિટલ માર્ગ ઉપર હોસ્પિટલના દરવાજાઓ પાસે જ ખાણી-પીણીની રેંકડીઓ, પથારાવાળાઓના દબાણના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે અને હોસ્પિટલના પ્રવેશ પાસે જ ગંદકી ફેલાયેલી રહે છે.
આ હોસ્પિટલની દીવાલો પાસે 'નો પાર્કિંગના બોર્ડ' લગાડેલ છે... પણ તેનો અમલ થતો નથી. અહીં વાહનોને પાર્ક કરવાની મનાઈ છે, પણ ખાણી-પીણીવાળા બિંદાસપણે ખડકાયેલા રહે છે, અને ર૪ કલાક ન્યુસન્સ ફેલાવે છે. આ ધંધાર્થીઓ પાસેથી ચોક્કસ તંત્રના કર્મચારીઓ દ્વારા નિયમિત હપ્તા ઉઘરાવવામાં આવતા હોવાની પણ ચર્ચા થઈ રહી છે, જેના કારણે આ ધંધાર્થીઓ બિંદાસપણે દબાણ કરી 'નો પાર્કિંગ'ના આદેશનો ઉલાળીયો કરી ધંધો કરી રહ્યાં છે.
જી.જી. હોસ્પિટલ પાસે અને આ માર્ગ ઉપર ટ્રાફિક અવ્યવસ્થા ન સર્જાય તે માટે ત્રણ-ચાર ટ્રાફિક સહાયક છોકરાઓ હાજર હોય છે, પણ મોટાભાગે આ જવાનો દાંડીયા હનુમાન મંદિર સામે હોસ્પિટલના દરવાજા પાસે બેસીને મોબાઈલમાં માથું ઝુકાવીને વ્યસ્ત હોય છે. આ પોઈન્ટ ઉપર ક્યારેક ટ્રાફિક પોલીસ પણ હાજર હોય છે, પણ તે કર્મચારી પણ ટુ-વ્હીલર ઉપર બેસીને મોબાઈલમાં અને માવા ખાવામાં વ્યસ્ત જોવા મળતા હોય છે.
જામનગરના એસ.પી.એ ટ્રાફિક નિયમન માટે જેમને ફરજ સોંપવામાં આવી છે, તેઓ ફરજ દરમિયાન શું કરે છે તે જોવા સીસીટીવી કેમેરા રાખવાની જરૂર છે...!
બાકી... આમેય જી.જી. હોસ્પિટલના માર્ગ ઉપર હોસ્પિટલની સામેની ચા ની દુકાનો, ખાણી-પીણીવાળાની દુકાનોના કારણે અડધો માર્ગ રોકાયેલો રહે છે. એક હોટલ પાસે તો ચારે તરફ વાહનો ઊભા હોય છે. પાણી ઢોળાતા હોય છે. ચા ની કાગળની ખાલી પ્યાલીઓ, ખાણી-પીણીના પડીકાના કુરચા ચારે તરફ ફેલાયેલા હોય છે. દાંડીયા હનુમાનથી ડીકેવી કોલેજ સુધી પહોંચવામાં તો વાહન ચાલકોને નાકે દમ આવી જાય છે.
આ માર્ગ ઉપર બન્ને તરફ કડક પોલીસ બંદોબસ્ત સાથે ખાસ કરીને સવારે ૯ થી ર અને સાંજે પ થી રાત્રે ૯ વાગ્યા સુધી કડકમાં કડક ટ્રાફિક નિયમન થાય તેવી વ્યવસ્થા ગોઠવવાની તાતી જરૂર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial