Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ર૪ કલાકમાં ૧.ર ડીગ્રી વધીને મહત્તમ તાપમાન ૩૯.૮ ડીગ્રીઃ લોકો ત્રાહિમામ્

ભેજ ર૧ ટકા વધીને ૮૪ ટકાએ પહોંચતા વધ્યો બફારો

જામનગર તા. ૧૭: જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.ર ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૯.૮ ડીગ્રીએ પહોંચી ગયું હતું. ર૧ ટકાના વધારા સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૪ ટકા રહ્યું હતું. તાપમાનમાં થયેલા વધારા અને ભેજના વધુ પ્રમાણના પગલે પ્રજાજનો આકરા તાપ અને બફારાથી ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં.

જામનગરમાં વાદળોના આવાગમન વચ્ચે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત્ પાંચ દિવસમાં તાપમાનમાં ૩.૧ ડીગ્રીનો વધારો થયો હતો, અને આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.ર ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૯.૮ ડીગ્રી અને અડધો ડીગ્રી વધીને લઘુતમ તાપમાન ર૯ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ર૧ ટકા વધીને ૮૪ ટકાએ પહોંચી ગયું હતું.

નગરમાં મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રી નજીક પહોંચી જતાં જનતાએ ગઈકાલે આકરા તાપનો અનુભવ કર્યો હતો. બપોરે નભમાંથી અગનવર્ષા થઈ રહી હોય તેવું લાગી રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ખૂબ વધુ રહેતા ગરમી સાથે બફારાનું પણ મિશ્રણ થયું હતું. ગઈકાલે સવારથી જ બફારો અનુભવાઈ રહ્યો હતો. ગરમી અને બફારાથી પરશેવે રેબઝેબ થઈ આકૂળ-વ્યાકૂળ બની ગયેલા પ્રજાજનો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં. ગરમી સામે રક્ષણ મળે તે માટે લોકોએ એસી, એરકૂલર તથા ઠંડાપીણાનો સહારો લીધો હતો.

પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી. ગઈકાલે સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. તેજીલા વાયરાઓ વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેના પગલે ગરમી અને બફારામાંથી રાહત મળી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh