Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિયત ફી કરતા રૂ..૧૫૦ વધુ માંગતા એસીબી ત્રાટકીઃ
જામનગર તા. ૧૭: જામનગરના મોરકંડામાં આવેલી ગ્રામ પંચાયત કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટરની ફરજ બજાવતા એક કર્મચારીએ કાયદા મુજબ દાખલા માટે રૂ..૧૫૦ની ફી વસૂલવાના બદલે રૂ..૩૦૦ એક અરજદાર પાસે માંગતા તે રકમ સ્વીકારતા કર્મચારીને એસીબી સ્ટાફે રંગેહાથ પકડી પાડ્યો છે.
જામનગર તાલુકાના મોરકંડા ગામમાં આવેલી ગ્રામ પંચાયત કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો નવીન નકુમ નામનો કર્મચારી કચેરીમાં જે ખેડૂતો ૭/૧૨ વગેરેના દાખલા કઢાવવા આવે છે તેની પાસેથી નિયમ મુજબ રૂ..૫ની બદલે રૂ..૧૦ વસૂલી લેતો હોવાની વિગતો જામનગરની લાંચ રૃશ્વત વિરોધી શાખાને મળતા આજે સવારે પીઆઈ એમ.ડી. પટેલ તથા સ્ટાફે રાજકોટ સ્થિત એસીબી એકમના મદદનીશ નિયામક (ઈન્ચાર્જ) કે.એચ. ગોહિલની સૂચનાથી વોચ રાખી હતી.
તે કચેરીમાં સાદા વસ્ત્રોમાં પહોંચેલા એસીબીના સ્ટાફે છટકુ ગોઠવ્યું હતું અને તેમાં એક નાગરિકનો સહકાર મેળવી તેને સમજાવવામાં આવ્યા મુજબ આ નાગરિકે મોરકંડા ગ્રામ પંચાયત કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર નવીનચંદ્ર માધવજીભાઈ નકુમ સાથે વાત કરી હતી.
વાતચીતમાં આ કર્મચારીએ જે તે નાગરિકે જણાવ્યું હતું કે, દાખલાની ૩૦ કોપીના રૂ..૩૦૦ આપવા પડશે. સરકારના નિયમ મુજબ ૩૦ કોપીના રૂ..૧૫૦ ભરપાઈ કરવાના થતાં હોય છે તેની સામે આ કર્મચારીએ રૂ..૩૦૦ માંગતા આ નાગરિકે સહમતી આપી હતી અને એસીબી ટીમને તેની વિગતો આપી હતી. તે પછી રૂ..૩૦૦ આપવામાં આવતા જ પ્રગટેલા એસીબી સ્ટાફે સ્થળ પરથી નવીનચંદ્ર નકુમની અટકાયત કરી લીધી હતી. આ શખ્સને રૂ..૧૫૦ની લાંચ સ્વીકારવા અંગે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુન્હો નોંધવા માટે એસીબી કચેરીએ ખસેડવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial