Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બારીમાંથી હાથ નાખી તસ્કરે પેટી ફંફોળીઃ
જામનગર તા. ૧૭: જામનગરના ગુરૃદત્તાત્રેય મંદિર વિસ્તારમાં આવેલા એક ફ્લોર મીલમાં બુધવારની રાત્રિથી ગુરૃવારની સવાર સુધીમાં ચોરી થઈ છે. કોઈ તસ્કરે મીલની બારીમાં હાથ નાખી નજીકમાં પડેલી પેટીમાંથી રૂ..૧૬૫૦૦ રોકડા ચોરી કર્યા છે.
જામનગરના મહાવીર સોસાયટી વિસ્તારમાં રહેતા અને ગુરૃદત્તાત્રેય મંદિર વિસ્તાર પાસે વિરલબાગની પાછળ લખપતિ કોલોનીમાં દત્તાત્રેય ફલોર મીલ ચલાવતા શૈલેષભાઈ મણીલાલ રવિભાણ નામના આસામી બુધવારની રાત્રે દસેક વાગ્યે પોતાનું મીલ બંધ કરીને ગયા હતા.
ત્યારપછી ગઈકાલે સવારે તેઓ જ્યાર પોતાના મીલે આવ્યા તે દરમિયાન મીલમાં રાખવામાં આવેલી પેટીમાંથી કોઈ શખ્સ રૂ..૧૬૫૦૦ રોકડા ઉઠાવી ગયાની જાણ થઈ હતી. ગઈકાલે સવાર સુધીમાં તેમના મીલની બારીમાં હાથ નાખી કોઈ તસ્કરે નજીકમાં પડેલી પેટીમાંથી રોકડ તફડાવી લીધી છે. શૈલેષભાઈએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial