Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રતિસ્પર્ધી વકીલ પ્રદીપ રાયને જંગી લીડથી હરાવીને
નવી દિલ્હી તા. ૧૭: કપિલ સિબ્બલ સુપ્રિમકોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષ પદે ભારે બહુમતીથી જીત્યા છે. તેઓને ૧૦૬૬ વોટ મળ્યા, જ્યારે હરીફ વરિષ્ઠ વકીલ પ્રદીપ રાય હતાં, જેમને ૬૮૯ વોટ મળ્યા છે.
વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ સુપ્રિમકોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષ ચૂંટાઈ આવ્યા છે. ગઈકાલે થયેલા ચૂંટણીમાં કપિલ સિબ્બલને ૧૦૬૬ વોટ મળ્યા. તેમના નજીકના હરીફ વરિષ્ઠ વકીલ પ્રદીપ રાય હતાં. જેમને ૬૮૯ વોટ મળ્યા.
કપિલ સિબ્બલ બે દાયકા બાદ આ ચૂંટણીમાં ઊભા રહ્યાં હતાં. આ અગાઉ તેઓ ૧૯૯પ, ૧૯૯૭ અને ર૦૦૧ માં એસસીબીએ અધ્યક્ષ રહી ચૂક્યા છે. રિઝલ્ટ જાહેર થાય તે પહેલા બાર એન્ડ બેન્ચને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કપિલ સિબ્બલે કહ્યું હતું કે, વકીલ કાનૂનના શાસનને બનાવી રાખવા માટે છે. વકીલનો ઉદૃેશ્ય સંવિધાનની રક્ષા કરવાનો છે. એટલા માટે જો તમે બારને રાજકીય ઝૂકાવના આધાર પર વહેંચશો તો વાસ્તવમાં આપ એક વકીલ તરીકે પોતાનું કર્તવ્ય પૂરૃં કરી શકશો. નહીં.
બાર એસોસિએશનના અધ્યક્ષ પદની ચૂંટણી પહેલા પણ કપિલ સિબ્બલે કહ્યું હતું કે, બારમા પીવાના પાણીની સુવીધા નહોતી, મેં તે વ્યવસ્થા કરી હતી. મેં અહીં ટિકિટ બુક કરવા માટે એક રેલ કેન્દ્રની વ્યવસ્થા કરી હતી. અહીં કેન્ટીન આરગે ગર્ગ લાઈબ્રેરી મારી તરફથી સ્થાપિત કરી હતી. જ્યારે પણ મુદ્દા ઉઠો છે, અમે એજ કરીએ છીએ, જે અમારે કરવું જોઈએ.
કપિલ સિબ્બલ બાર એસોસિએશનના અધ્યક્ષ ચૂંટાઈ આવતા કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને કહ્યું કે, કપિલ સિબ્બલ ભારે બહુમતથી સુપ્રિમ કોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષ ચૂંટાઈ આવ્યા છે. આ ઉદારવાદી, ધર્મનિરપેક્ષ, લોકતાંત્રિક અને પ્રગતિશીલ તાકતો માટે એક મોટી જીત છે. નિવર્તમાન પ્રધાનમંત્રીના શબ્દોમાં આ રાષ્ટ્રીય સ્તર પર ખૂબ જ જલ્દી થનારા પરિવર્તનું એક ટ્રેલર પણ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial