Advertisement
Author: નોબત સમાચાર

સી.આર. પાટીલના સ્થાને કોણ બનશે પ્રદેશ ભાજપ પ્રમુખ? અટકળો તેજ

ગુજરાતમાં ચૂંટણી ટાણે જ સર્જાયેલા ઘટનાક્રમો પછી સહકારી ક્ષેત્રે ખેંચતાણ પછી

અમદાવાદ/નવી દિલ્હી તા. ૧૭: લોકસભાની ચૂંટણી ટાણે જ ક્ષત્રિય આંદોલન સહિતના ભાજપવિરોધી ઘટનાક્રમોને યોગ્ય રીતે હેન્ડલ નહીં કરી શકનાર સી.આર. પાટીલે જ વિધાનસભાની ચૂંટણીમાં આ પહેલા ૧૮ર માંથી ૧પ૬ બેઠકો જીતાડીને રેકોર્ડ તોડ્યો હતો. તેથી તેને હટાવવાની વાતોને હવાહવાઈ ગણાવાઈ રહી હતી, પરંતુ તે પછી સહકારી ક્ષેત્રમાં જે કાંઈ થયું, અને ખાસ કરીને ઈફ્કો અને નાફેડની ચૂંટણીઓમાં જે આંતરિક ખેંચતાણ ઊભી થઈ, તે ઉપરાંત ખાસ કરીને ભાજપના મેન્ડેટ સામે બળવો કરનાર જયેશ રાદડિયા જીત્યા. એટલું જ નહીં, તેને દિલીપ સંઘાણી જેવા (ક્લોઝ ટુ મોદી) દિગ્ગજ નેતાનું ખુલેઆમ સમર્થન પણ મળ્યું, તેથી હાઈકમાન્ડ સુધી સી.આર. પાટીલની કાર્યપદ્ધતિ અંગે ચર્ચાઓ થઈ હશે, અને તે પછી લોકસભાની ચૂંટણી પછી સી.આર. પાટીલને માનભેર કેન્દ્રમાં મંત્રી કે રાષ્ટ્રીય ભાજપના સંગઠનમાં લઈ જવાની હિલચાલ શરૃ થઈ હશે, તેવી અટકળો વચ્ચે હવે પાટીલના સ્થાને હવે ભાજપ કોને મૂકશે? તેવી ચર્ચા શરૃ થઈ ગઈ છે, અને તેના સંદર્ભે તર્ક-વિતર્કો પણ શરૃ થઈ ગયા છે.

અત્યારે ચર્ચા તો એવી છે કે ભાજપને નીચાજોણું થાય તેવા પ્રવર્તમાન ચૂંટણીલક્ષી તથા સહકારી ક્ષેત્રના આ બન્ને વિવાદાસ્પદ ઘટનાક્રમો સૌરાષ્ટ્રમાંથી સર્જાયા હતાં અને તેની અસરો રાજ્યવ્યાપી પડી હતી. એટલું જ નહીં, તેના પડઘા રાષ્ટ્રીય કક્ષા સુધી પડ્યા હતાં, તેથી સી.આર. પાટીલના સ્થાને પ્રેશ ભાજપ પ્રમુખ તરીકે કોઈ સૌરાષ્ટ્રીયન સર્વસ્વીકૃત હોય તેવા નેતાને મૂકીને ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસો થશે. બીજી તરફ એવું પણ મનાય છે કે ભાજપ હવે પ્રાદેશિક સમતુલનના નામે સૌરાષ્ટ્રના કોઈ નેતાને પ્રદેશ ભાજપનું સૂકાન આપવાનું ટાળશે અને હવે ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાત રિઝિયનમાંથી કોઈના પર કળશ ઢોળાશે તેવી અટકળો પણ થઈ રહી છે.

સૌરાષ્ટ્રના જીતુ વાઘાણી પછી દક્ષિણ ગુજરાતના સી.આર. પાટીલને પ્રદેશ ભાજપનું સૂકાન સોંપ્યા પછી ભાજપનું સંગઠન મજબૂત થયું અને તે પછી પાલિકા-મહાપાલિકાઓ તથા ત્રિસ્તરીય પંચાયતોમાં ભાજપનો મહત્તમ સ્થળે ભગવો લહેરાયો, તે પાટીલનું જમાપાસુ છે, પરંતુ તાજેતરના વિવાદોના કારણે જે ડેમેજ થયું છે, તેને કંટ્રોલ કરવા પાટીલને માનભેર કોઈ ઉચ્ચ હોદ્દો કે કેન્દ્રિય મંત્રીપદ આપીને તેના સ્થાને ઉત્તર કે મધ્ય ગુજરાતમાંથી કોઈ એવા નેતાને સૂકાન સોંપીને પ્રવર્તમાન વિવિધ અસંતોષ અને આંતરિક ખેંચતાણ પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ થશે, તેમ મનાય છે.

ભારતીય જનતા પક્ષનું નેતૃત્વ સરપ્રાઈઝ આપવા દેવાયેલું હોવાથી કોઈ ચોક્કસ નામની અટકળ કરવી તો મુશ્કેલ છે, તેમ છતાં અમદાવાદના ધારાસભ્ય અમિત ઠાકર, મહેશ કસવાલા જેવા નામો ચર્ચામાં છે, તો કેટલાક લોકો એવું પણ માને છે કે પ્રાદેશિક ધોરણે નહીં, પણ ડેમેજ કંટ્રોલ કરવાની દૃષ્ટિએ ભાજપ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેવા કોઈ દિગ્ગજ ક્ષત્રિય નેતા, અથવા ભીખુભાઈ દલસાણિયા જેવા સૌરાષ્ટ્ર-ગુજરાત ભાજપના ચાણક્ય મનાતા નેતાને પણ પ્રદેશ ભાજપનું સૂકાન સોંપી શકે છે. ભાજપની અંદર અને બહારથી એવા કેટલાક અભિપ્રાયો પણ આવી રહ્યા છે કે હાઈકમાન્ડ પાટીલને વધુ એક ચાન્સ આપશે, જો કે ભાજપમાં કોઈએ વિચાર્યું પણ ન હોય, તેવી નિમણૂકો થવા લાગી હોવાથી જસ્ટ વેઈટ એન્ડ વોચ...ની સલાહ પણ અપાઈ રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh