Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાને તાકીદે નર્મદાના નીર પૂરા પાડવા નગરપાલિકા પાણી પુરવઠા બોર્ડને રજૂઆત

ઘી ડેમનું તળિયાનું ડહોળું પાણી અપાતું હોઈ,

ખંભાળિયા તા. ૧૭: ખંભાળિયા શહેરને પીવાનું પાણી ડહોળું મળતું હોય, સોર્સ ઘટવામાં હોઈ, તાકીદે નર્મદાના પાણીની માંગ કરવામાં આવી છે.

ખંભાળિયા શહેરની પીવાના પાણીની વ્યવસ્થાનો સ્ત્રોત ઘીડેમ છે જે હાલ તળિયાની સ્થિતિએ છે. ઘી ડેમમાંથી તથા અન્ય પાણીના સ્ત્રોતોમાંથી હાલ ખંભાળિયા શહેરને બે દિવસે એક વખત પીવાનું પાણી નિયમિત રીતે પૂરૃં પાડવામાં આવે છે, પરંતુ હાલ ઘી ડેમનું તળિયાનું પાણી હોય, ડહોળું પાણી આવતું હોવાની વ્યાપક ફરિયાદો પાલિકાને થતાં પાલિકા ઈન્ચાર્જ ચીફ ઓફિસર ઉદય નલીન તથા પા.પુ. ઈજનેર એન.આર. નંદાણિયા દ્વારા પા.પુ. વિભાગને તાકીદે લાઈન મારફતે નર્મદાનું પાણી દૈનિક ૩પ એમ.એલ.ડી.નો જથ્થો આપવા માંગ કરી છે.

હાલ ઘી ડેમ વોટર વર્કસ થા ફૂલવાડી વોટર વર્કસમાંથી શહેરના લોકોને એકાંતરા નિયમિત પાણી આપવામાં આવી રહ્યું છે. ફૂલવાડી વોટર વર્કસના પાણીના સ્ત્રોત ખલાસ થવામાં છે તથા ઘી ડેમમાં તળિયે પાણી છે ત્યારે અગાઉ ખંભાળિયા પાલીકા દ્રારા તા. ર-૪-ર૦૪ તથા ૧-પ-ર૦ર૪ ના પત્રથી રોજ સાડાત્રણ એમ.એલ.ડી. પાણી માંગવામાં આવેલુ જે માંગણી ફરીથી રીપીટ કરીને તા. ૧-પ-ર૦ર૪ પત્રથી વધુ એક વત નર્મદાના પાણીનો જથ્થો ફાળવવા માંગ કરી છે.

ઘી ડેમ આધારીત સ્ત્રોતમાં અત્યંત ડહોળું પાણી આવતા પેટના રોગો વધેધ તેવી સંભાવના હોય, તથા પાલિકાના અન્ય સ્ત્રોતો બોર કૂવા વિ. ચાલુ કરવામાં ડેમના તળિયાનું પાણી નડતું હોય નર્મદાનું પાણી તાકીદે આપવા માંગ પાલિકા દ્વારા કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh