Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા તા. ૧૭: દ્વારકામાં આવેલ સબ-રજિસ્ટ્રાર કચેરી સને-ર૦૧૧ ની સાલથી નિયમિત કાર્યરત હોય, અને છેલ્લા ચાર મહિનાથી દ્વારકામાં હાલમાં કોઈ નિયમિત સબ-રજિસ્ટ્રાર ના હોય અને અઠવાડિયામાં માત્ર ત્રણ જ દિવસ દસ્તાવેજની નોંધણી કરવામાં આવે છે. હાલમાં દ્વારકામાં સરકાર દ્વારા વિકાસના કામો થઈ રહ્યા હોય, રોકેટ ગતિએ તાલુકાનો વિકાસ થઈ રહ્યો હોય, ત્યારે આવા સંજોગોમાં જમીન-મકાનની લે-વેચ ખૂબ જ સારી રીતે વધી ગયેલી છે. ત્યારે સગવડમાં વધારો થવાના બદલે માત્ર ત્રણ જ દિવસ નોંધણી થઈ શકતી હોવાના કારણે જાહેર જનતાને દસ્તાવેજ નોંધાવવાની કામગીરીમાં ખૂબ જ અગવડ પડી રહી છે. સર્વરના પ્રશ્ન પણ અવારનવાર સર્જાતા હોવાના કારણે દસ્તાવેજોની નોંધણી થઈ શકતી નથી. બહાર ગામથી દસ્તાવેજ કરવા આવનાર ઈન્વેસ્ટરોને પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે.
દસ્તાવેજોની નોંધણી થયા પછી મિલકતોના દસ્તાવેજોમાં નામ ટ્રાન્સફર માટે સિટી સર્વે ઓફિસમાં પણ સ્ટાફના અભાવના કારણે અરજી કર્યાના ત્રણ મહિના સુધી એન્ટ્રી પાડવામાં આવતી નથી. જેના કારણે પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેથી સબ-રજિસ્ટ્રાર કચેરી તથા સિટી સર્વે કચેરીમાં પડતી મુશ્કેલીઓના કારણે દ્વારકા બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ સંજય પી. રાયઠઠ્ઠા, સેક્રેટરી સલીમ ઘાવડા, સહસેક્રેટરી સંદિપ બારોટ, લલિતભાઈ બગથરિયા, ધર્મેશ ચુડાસમા તથા દ્વારકા બારના તમામ હોદ્દેદારો દ્વારા નાયબ કલેક્ટર, દ્વારકાને આવેદનપત્ર આપી ઝડપથી સબ-રજિસ્ટ્રાર કચેરી પુનઃરેગ્યુલર કાર્યરત કરવામાં આવે અને સિટી સર્વેની કામગીરી ઝડપી થાય તેવી માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial