Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. રપ મી મે ના થવાનું છે મતદાનઃ
નવી દિલ્હી તા. ૧૭: એક અઠવાડિયામાં રપ મી મે ના લોકસભાની ચૂંટણીનું છઠ્ઠા તબક્કાનું મતદાન થવાનું છે, જેમાં ૮૬૬ ઉમેદવારો મેદાનમાં છે, તે પૈકી ૩૩૮ ઉમેદવારો કરોડપતિ છે, પરંતુ એક ઉમેદવાર એવો પણછે, જેની સંપત્તિ માત્ર બે રુપિયા છે!
છઠ્ઠા તબક્કાની લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારા લગભગ ૩૯ ટકા ઉમેદવારો કરોડપતિ છે અને તેમની સરેરાશ સંપત્તિ ૬.ર૧ કરોડ રૃપિયા છે તેમ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોમર્સએ જણાવ્યું છે.
ઉલ્લેખનિય છે કે, છઠ્ઠા તબક્કા માટે રપ મે ના મતદાન થવાનું છે. છઠ્ઠા તબક્કામાં ચૂંટણી લડનારા ઉમેદવારો પૈકી સૌથી વધારે આવક ભાજપના કુરૃક્ષેત્ર બેઠકના ઉમેદવાર નવીન જિંદાલે જાહેર કરી છે. ચૂંટણી ફોર્મ સાથે રજૂ કરેલા એફિડેવિટ મુજબ તેમની પાસે ૧ર૪૧ કરોડ રૃપિયાની સંપત્તિ છે. ત્યારપછી સંતૃપ્ત મિશ્રાએ ૪૮ર કરોડ રૃપિયા, સુશિલ ગુપ્તાએ ૧૬૯ કરોડ રૃપિયાની સંપત્તિ જાહેર કરી છે તેમ એડીઆરએ જણાવ્યું છે.
છઠ્ઠા તબક્કામાં કુલ ૮૬૬ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, જેમાંથી ૩૩૮ એટલે કે ૩૯ ટકા ઉમેદવારો કરોડપતિ છે. આ કરોડપતિ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ ૬.ર૧ કરોડ રૃપિયા છે. બીજેડીના છમાંથી ૬, રાજદના ચારમાંથી ૪, જદ(યુ) ના ચારમાંથી ૪, ભાજપના પ૧ માંથી ૪૮ (૯૪ ટકા), સપાના ૧ર માંથી ૧૧ (૯ર ટકા), કોંગ્રેસના રપ માંથી ર૦ (૮૦ ટકા), આપના પ માંથી ૪ (૮૦ ટકા) અને એઆઈટીસીના ૯ માંથી ૭ ઉમેદવારોએ ૧ કરોડ રૃપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી છે.
સૌથી ઓછી સંપત્તિ રોહતકના અપક્ષ ઉમેદવાર માસ્ટર રંધિર ફક્ત બે રૃપિયાની સંપત્તિ જાહેર કરી છે. ત્યારપછી પ્રતાપગઢના એસયુસીઆઈ (સી) ના ઉમેદવાર રામકુમાર યાદવે ૧૬૮૬ રૃપિયાની સંપત્તિ જાહેર કરી છે. ૮૯૬ ઉમેદવારો પૈકી ૧૮૦ ઉમેદવારો (ર૦ ટકા) સામે ક્રિમિનલ કેસો ચાલી રહ્યા છે, જે પૈકી ૧૪૧ (૧૬ ટકા) સામે ગંભીર ક્રિમિનલ કેસો ચાલી રહ્યા છે. છ ઉમેદવારો સામે હત્યા સાથે સંકળાયેલા કેસો ચાલી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial