Advertisement
Author: નોબત સમાચાર

લાયન્સ ક્લબ ડિસ્ટ્રીક્ટ ૩ર૩ર-જે રિજિયન કોન્ફરન્સ

'જ્યોત સેવા કી જલતી રહે' ચેમ્બર હોલમાં

જામનગર તા. ૧૭: જામનગરના ચેમ્બર ઓફ કોમર્સ હોલમાં તાજેતરમાં લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રીકટ ૩ર૩ર-જે ના રિજિયન-૪ પરિવારની રિજિયન કોન્ફરન્સ 'જ્યોત સેવા કી જલતી રહે' યોજવામાં આવી હતી. લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ ૩ર૩ર-જે ના રિજિયન-૪ ના રિજિયન ચેરપર્સન ગોવિંદભાઈ ભાટુના અધ્યક્ષસ્થાને કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિસ્ટ્રીક્ટ ૩ર૩ર-જે ના ડિસ્ટ્રીકટ ગવર્નર એમ.જે.અફ. હિરલબા જાડેજા (પોરબંદર) ના હસ્તે આ કોન્ફરન્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

રિજિયન ચેરમેન ગોવિંદભાઈ ભાટુ દ્વારા ડિસ્ટ્રીકટ ગવર્નરશ્રી તથા ઉપસ્થિત મહેમાનશ્રીઓનું ભવ્ય સ્વાગત સાથે ઉપસ્થિત ગવર્નરશ્રીની ટીમ તથા રિજિયન-૪ અંતર્ગત આવતી ક્લબોના પદાધિકારીઓનું મોમેન્ટો દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. રામ જન્મભૂમિમાં બિરાજમાન રામલલ્લાની મૂર્તિ ભેટસ્વરૃપે આપી તેઓના સેવાના કામની પ્રશંસા કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. રિજિયન-૪ અંતર્ગત ચાલતી ૮ ક્લબો દ્વારા બેનર, પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવેલ જેમાંથી સર્વશ્રેષ્ઠ પ્રેઝન્ટેશનની ૪ ક્લબોને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલના ડિસ્ટ્રીકટ ૩ર૩ર-જે ના રિજિયન-૪ અંતર્ગત ચાલતી ૮ ક્લબોના સભ્યશ્રીઓ દ્વારા કરવામાં આવેલ સેવાકીય પ્રવૃત્તિઓને મોમેન્ટો આપી બિરદાવવામાં આવેલ સાથે ૧૦ વર્ષ, ૧પ વર્ષ, ર૦ વર્ષ, રપ વર્ષ, ૩૦ વર્ષ, ૪૦ વર્ષથી સતત ક્લબના રહેલ સભ્યોને ઈન્ટરનેશનલ પીન તથા સર્ટી આપી સન્માન કરવામાં આવ્યા હતાં.

પ્રથમ વાઈસ ડિસ્ટ્રીકટ ગવર્નર પી.એમ.જે.એફ. રમેશ રૃપાલા (મોરબી), દ્વિતીય વાઈસ ડિસ્ટ્રીકટ ગવર્નર એમ.જે.એફ. અભય શાહ, રિજિયન-૪ નું ગૌરવ મલ્ટિપલ કાઉન્સિલ ટ્રેઝરર પીએમજેએફ એસ.કે. ગર્ગ, ઝોન-૭ ના ઝોન ચેરપર્સન નિમેશ ધ્રુવ, ઝોન-૮ ના ઝોન પેરપર્સન પરેશ મહેતા, રિજિયન-૪ અંતર્ગત ચાલતી ૮ ક્લબોના પ્રમુખ, મંત્રી, ખજાનચી સાથે અન્ય પદાધિકારીઓ, પાસ્ટ ડિસ્ટ્રીકટ ગવર્નરો, વિશાળ સંખ્યામાં લાયન્સ ક્લબના સભ્યો અન્ય સેવાકીય સંસ્થાના આગેવાનઓ, આમંત્રીતો ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh