Advertisement
Author: નોબત સમાચાર

કચ્છથી બાડમેર સુધી ૪૯૦ કિ.મી. નો લાંબો વોટર-વે બનાવવાનો પ્રોજેક્ટ તેયાર

રાજસ્થાનની સરકારે કમિટીની રચના કરી

જયપુર તા. ૧૭: કચ્છથી બાડમેર વચ્ચે ૪૯૦ કિલોમીટર લાંબો વોટર વે બનાવવાનો અટકી પડેલો પ્રોજેક્ટ પુનઃ તૈયાર કરાયો છે અને તે માટે રાજસ્થાન સરકારે એક કમિટી રચી હોવાનું જાણવા મળે છે.

રાજસ્થાન સરકારે ગુજરાતના કચ્છના રણથી રાજસ્થાનના બાડમેર જિલ્લા સુધી જળમાર્ગ બનાવવા માટે એક પગલું આગળ વધાર્યુ છે. કેન્દ્ર સરકારની સૂચના બાદ રાજસ્થાન સરકારે આ માટે નદી પરિવહનની રાજય સ્તરીય સમિતિની રચના કરી છે. રાજસ્થાન નદી બેસિન અને જળ સંશાધન યોજના કમિશ્નર નીરજ કે પવન દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર જળ, સંશાધન વિભાગના અધિક મુખ્ય સચિવ અભયકુમારને સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પીડબલ્યુડી, એનએચએઆઈ, રેલવે પરિવહન વિભાગ, મત્સ્યોદ્યોગ અને પ્રવાસન નિગમના અધિકારીઓને સભ્યો તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારના પોર્ટસ શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે રર-એપ્રિલ-ર૦ર૪ ના એક પત્ર મોકલીને સમિતિની રચના માટે સૂચના આપી હતી. આ પછી રાજસ્થાન સરકારે એક સમિતિની રચના કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ગુજરાતથી રાજસ્થાન સુધીનો આ જળમાર્ગ લગભગ ૪૯૦ કિલોમીટર લાંબો હશે. તેના નિર્માણ બાદ સ્થાનિક લોકોને પ્રવાસન સાથે રોજગારીની તકો મળશે. રાજસ્થાનથી જળમાર્ગમાં જહાજો દ્વારા ર.પ મિલિયન ટન સુધીની નિકાસ કરી શકાય છે. તાજેતરમાં કોલકાતામાં નેશનલ ઈનલેન્ડ વોટર-વે ઓથોરિટીની બેઠકમાં, રાજસ્થાનમાં ઈનલેન્ડ વોટર-વે ટર્મિનલ અંગે ચર્ચા થઈ હતી. રાજયની અગાઉની ભાજપ સરકારે વર્ષ-ર૦૧૬-૧૭ માં જળમાર્ગ અંગે પ્રાથમિક અહેવાલ તૈયાર કર્યો હતો. પરંતુ આ પછી રાજયમાં કોંગ્રેસની સરકાર આવ્યા બાદ આ પ્રોજેક્ટને અટકાવી દેવામાં આવ્યો હતો.

વિભાગીય અધિકારીઓના જણાવ્યા અનુસાર કચ્છના રણથી બાડમેર સુધીના જળમાર્ગની પહોળાઈ ૧૦૦ મીટર જેટલી રાખી શકાય છે. ઊંડાઈ લગભગ ચાર મીટર હશે. ત્રણ હજાર ટન ક્ષમતાના માલવાહક જહાજો દોડી શકશે. આના દ્વારા માલસામાનની અવરજવર રોડ કરતાં સસ્તી હશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh