Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિંગાપોર અને હોંગકોંગ પછી હવે
નવી દિલ્હી તા. ૧૭: ભારતની વિખ્યાત મસાલા બ્રાન્ડ એમડીએચ અને એવરેસ્ટના મસાલાઓ પર અત્યાર સુધીમાં ત્રણ દેશોએ પ્રતિબંધ મૂક્યો છે, જ્યારે અન્ય કેટલાક દેશોએ પણ આ દિશામાં તપાસ શરૃ કરી છે.
સિંગાપોર અને હોંગકોંગ પછી હવે નેપાળે પણ બે વિખ્યાત ભારતીય મસાલા બ્રાન્ડ એવરેસ્ટ અને એમડીએચના વેંચાણ, વપરાશ અને આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે.
નેપાળના ફૂડ ટેકનોલોજી એન્ડ ક્વોલિટી કન્ટ્રોલ ડીપાર્ટમેન્ટ દ્વારા આ મસાલામાં જંતુનાશક ઈથિલિન ઓક્સાઈડ હોવાની આશંકા વચ્ચે આ નિર્ણય લીધો છે. આ મસાલામાં ઈથિલિન ઓક્સાઈડની તપાસ પણ શરૃ કરી દેવામાં આવી હતી. નેપાળના ફૂડ ટેકનોલોજી વિભાગના પ્રવક્તા મોહન કૃષ્ણ મહારાજને જણાવ્યું કે એવરેસ્ટ અને એમડીએચ બ્રાન્ડના મસાલાની આયાત પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અમે બજારમાં આ મસાલાના વેંચાણ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ મસાલામાં હાનિકારક રસાયણો હોવાના સમાચાર મળ્યા પછી આ પગલું ભરવામાં આવ્યું છે. આ બન્ને બ્રાન્ડના મસાલામાં ખતરનાક કેમકિલની તપાસ ચાલી રહી છે. તેનો તપાસ રિપોર્ટ આવે ત્યાં સુધી પ્રતિબંધ જળવાઈ રહેશે.
ઉલ્લેખનિય છે કે, એમડીએચ અને એવરેસ્ટ દાયકાઓથી રસોઈમાં વપરાતા મસાલાઓમાં મોટું નામ બની ગયા છે. આ બ્રાન્ડ્સના મસાલા મધ્ય પૂર્વ સહિત વિશ્વના ઘણાં દેશોમાં નિકાસ કરવામાં આવે છે. એમડીએચ અને એવરેસ્ટ મસાલાની તપાસ બ્રિટન, ન્યુઝીલેન્ડમાં શરૃ થઈ છે. તે ઉપરાંત અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ તપાસ શરૃ થઈ શકે છે. બીજી બાજુ કડક પગલાં લેતા બ્રિટનની ફૂડ સેફ્ટી એજન્સીએ કહ્યું હતું અમે ભારતમાંથી આવતા તમામ મસાલા પર ઝેરી જંતુનાશકોનું પરીક્ષણ કરી રહ્યા છીએ. હાલમાં આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
ન્યુઝીલેન્ડના ફૂડ સેફ્ટી રેગ્યુલેટરી ડિપાર્ટમેન્ટના કાર્યવાહક ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જેન્ની બિશપે જણાવ્યું હતું કે, ઈથિલિન ઓક્સાઈડ એક રસાયણ છે, જે મનુષ્યમાં કેન્સરનું કારણ બની શકે છે. એમડીએચ અને એવરેસ્ટ મસાલા પણ ન્યુઝીલેન્ડના બજારોમાં વેંચાય છે. અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ.
ઈથિલિન ઓક્સાઈડ એ રંગહીન ગેસ છે. રૃમ ટેમ્પરેચરમાં રખાતા તેમાંથી એક મીઠી ગંધ આવે છે. નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યૂટ અનુસાર આ ગેસનો ઉપયોગ ઈથિલિન ગ્લાયકોલ (એન્ટિ-ફીઝ) જેવા રસાયણો બનાવવા માટે થાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ કાપડ, ડીટરજન્ટ, ફોમ, દવાઓ, એડહેસિવ અને સોલવન્ટ બનાવાવમાં પણ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial