Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારે પવનમાં છાપરા ઊડ્યા અને વીજળી ત્રાટકી
જામનગર તા. ૧૭: સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી માવઠાએ વિનાસ વેર્યો છે. ગઈકાલે બપોર પછી હાલાર પંથકમાં પણ ભારે પવન ફૂંકાયો હતો અને વંટોળ્યા પછી કેટલાક વિસ્તારમાં જોરદાર વરસાદ વરસ્યો હતો, તો કોઈ સ્થળે વૃક્ષ ધરાશાયી થયા હતાં, તો ક્યાંક બરફના કરા તો ક્યાંક વીજળી ત્રાટકી હતી. મકાનના પતરા ઊડી જતાં પરિવાર છત વિહોણો બન્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટબન્સથી અમુક વિસ્તારમાં માવઠું વરસ્યું છે. હાલારમાં પણ બે-ત્રણ દિવસથી છૂટોછવાયો હળવા ઝાપટા વરસી રહ્યા છે.
જામનગરમાં ગઈકાલે બપોરે સાડાચારેક વાગ્યા આજુબાજુમાં ભારે પવન ફૂંકાયો હતો અને વંટોળિયો સર્જાતા ધૂળની ડમરીઓ ઊડી હતી, અને શહેરના અમુક વિસ્તારમાં હળવો વરસાદ પણ વરસ્યો હતો, તો શંકર ટેકરી વિસ્તારમાં આવેલ કબ્રસ્તાનમાં એક મહાકાયી વૃક્ષ ધરાશાયી થયું હતું, તેમજ અનેક વૃક્ષની ડાળીઓ પણ તૂટી જવા પામી હતી. આ ઉપરાંત લાલપુર પંથકમાં પણ ચાર મી.મી. વરસાદી ઝાપટું વરસ્યું હોવાના વાવડ મળી રહ્યા છે.
ગઈકાલે દિવસ દરમિયાન કાળઝાળ ગરમી વરસી હતી અને મહત્તમ તાપમાનનો પારો ૩૯.૮ ડીગ્રી સુધી પહોંચી ગયો હતો. પરિણામે લોકો અકળાઈ ઊઠ્યા હતાં, જો કે બપોર પછી ભારે પવન ફૂંકાતા થોડીવાર માટે ગરમીમાં રાહત મળ્યા પછી વાતાવરણ ખુલ્લુ થયું હતું.
ખંભાળિયાના લાલપરડાના રવિભાઈ લગારિયાના રહેણાંક મકાનના છાપરા પવનથી ઊડી જતા પરિવાર છત વિહોણો બની ગયો હતો. તેના ઘરવખરી-સાધનોને પણ નુક્સાન થયું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકામાં મોટી ખોખરી, ભાણખોખરી, લાલપરડા, જુની-નવી ફોર વગેરે વિસ્તારોમાં વરસાદ થતાં ખેતરોમાં પાણી ભરાયા હતાં. ખંભાળિયાના મોટી ખોખરી ગામના વાડી વિસ્તારમાં એક ખેડૂતને ત્યાં વીજળી ત્રાટકતા તેના મકાન, ગોડાઉનને નુક્સાન થયું હતું.
ખંભાળિયાના જુની ફોટ ગામમાં માવઠાની સાથે કરા વરસ્યા હતાં. આમ કમોસમી માવઠાથી થોડીવાર માટે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial