Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની જી.જી. હોસ્પિટલમાં નવી ઈમારત સામેથી મળ્યો પ્રૌઢનો મૃતદેહ

ઓળખ મેળવવા પોલીસ દ્વારા તપાસઃ

જામનગર તા. ૧૭: જામનગરની જી.જી. હોસ્પિટલની નવી ઈમારત સામેથી ગઈકાલે એક અજાણ્યા પ્રૌઢ કોઈ બીમારીથી મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી મૃતકની ઓળખ મેળવવા તજવીજ કરી છે.

જામનગરની જી.જી. હોસ્પિટલની નવી ઈમારત સામે બનાવવામાં આવેલી છાપરી પર ગઈકાલે બપોરે પચ્ચાસેક વર્ષના લાગતા એક પ્રૌઢ બેભાન જેવી હાલતમાં જોવા મળતા નવાગામ ઘેડમાં મધુરમ્ સોસાયટીમાં રહેતા ચંદ્રેશ કાંતિલાલ રાઠોડે તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

આ પ્રૌઢનું કોઈ બીમારીના કારણે મૃત્યુ થયાનું જાહેર થયું છે. પોલીસે ચંદ્રેશભાઈનું નિવેદન નોંધી મૃતદેહનો કબજો સંભાળ્યો છે. મૃતક શ્યામવર્ણ, પાતળો બાંધો ધરાવતા હતા. તેમના શરીર પર સફેદ ચોકડીવાળો આખી બાયનો શર્ટ અને ભૂરા રંગનું પેન્ટ ધારણ કરેલું છે. ઉપરોક્ત વર્ણનવાળા મૃતક અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ પીએસઆઈ કે.એન. જાડેજા-૯૮૭૯૫ ૮૧૬૬૭ અથવા ૦૨૮૮-૨૫૫૦૨૦૪નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh