Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે મહિના પહેલાં એડવોકેટની કરાઈ હતી હત્યાઃ
જામનગર તા. ૧૭: જામનગરના એડવોકેટ હારૃન પલેજાની બે મહિના પહેલાં બેડી વિસ્તારમાં કરપીણ હત્યા કરવામાં આવી હતી. મૃતકના ભત્રીજાએ ૧૫ શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કાયદાથી સંઘર્ષિત બે કિશોર સહિત ૧૪ની ધરપકડ કર્યા પછી ગઈકાલે ૧૫મા આરોપીને પણ દબોચી લીધો છે. આત્મહત્યાની દુષ્પ્રેરણાના સાયચા ગેંગના શખ્સ સામે કરાયેલી ફરિયાદમાં મૃતક ફરિયાદીના વકીલ હતા અને તેનો ખાર રાખી વકીલની હત્યા કરાઈ હતી.
જામનગરના બેડી વિસ્તારમાં રહેતા એડવોકેટ હારૃનભાઈ કાસમભાઈ પલેજા નામના પ્રૌઢની ગઈ તા.૧૩ માર્ચની સાંજે બેડી વિસ્તારમાં કરપીણ હત્યા કરવામાં આવી હતી. બેડીના કુખ્યાત સાયચા ગેંગના શખ્સોએ બુલેટ મોટર સાયકલ પર જઈ રહેલા વકીલ હારૃનભાઈ પર પથ્થરમારો કરી તેમને પછાડ્યા પછી ઘેરી લઈ તિક્ષણ હથિયારોથી મોતને ઘાટ ઉતારી દીધા હતા. મૃતક હારૃનભાઈના ભત્રીજા અને બેડીના નગરસેવક-એડવોકેટ નુરમામદ પલેજાએ સાયચા ગેંગના શખ્સો સહિત ૧૫ સામે ગુન્હો નોંધાવ્યો હતો.
આ બનાવે ભારે ચકચાર પ્રસરાવી હતી. જામનગરના વકીલ મંડળે પણ ઉગ્ર પ્રત્યાઘાતો વ્યક્ત કર્યા હતા. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ તમામ પંદર આરોપીને તાત્કાલિક પકડી પાડવા સૂચના આપી હતી અને પોલીસે ભૂર્ગભમાં ઉતરી ગયેલા શખ્સોને પકડવાનું શરૃ કર્યું હતું.
આ ગુન્હામાં આરોપીઓની કરાઈ રહેલી ધરપકડ વચ્ચે કાયદાથી સંઘર્ષિત બે કિશોર સહિતના આરોપીઓ ઝડપાઈ ગયા હતા. આ ગુન્હાના પંદરમા આરોપી અસગર સાયચાની શોધ કરાઈ રહી હતી જેમાં ગઈકાલે અસગર જુસબ સાયચા પણ ઝડપાઈ જતાં પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ કરી છે. એક વર્ષ પહેલાં પંચવટી વિસ્તારમાં શિક્ષિકા યુવતીએ આત્મહત્યા કરી હતી અને પોતાની સ્યુસાઈડ નોટમાં સાયચા ગેંગના સદસ્યનું નામ લખ્યું હતું. તે કેસ મૃતક વકીલ હારૃનભાઈ પલેજા ફરિયાદી તરફથી લડતા હતા. તે બાબત સાયચા ગેંગને આખમાં કણાની માફક ખટકતી હતી અને તેથી તેમનું ઢીમ ઢાળી દેવાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial