Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રેસ-કોન્ફરન્સ, સર્વે, ગેરંટીઓના નાટકો બંધ કરીને
ખંભાળિયા તા. ૧૭: રાજ્ય કિશાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયાની કમોસમી વરસદના તાકીદે સર્વે સહાયની માંગણી કરવામાં આવી છે.
તાજેતરમાં ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદના સંદર્ભમાં ખંભાળિયાના અગ્રણી કોંગ્રેસ કાર્યકર તથા રાજ્યના કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયાએ રાજ્યના કૃષિમંત્રી તથા મુખ્યમંત્રીને રજૂઆત કરીને તાકીદે સર્વે-સહાયની માંગ કરી છે. તેમણે જણાવેલ કે કમોસમથી પીડિત ખેડૂતોને ગેરેન્ટીઓ જેવા આશ્વાસન કે પ્રેસ કોન્ફરન્સ અને સર્વે જેવા નાટકો કરવાના બદલે તાકીદે સર્વે કરીને વળતર ચૂકવવા માંગ કરી છે.
રાજ્યમાં ૪૮ કલાકથી વરસાદ પડી રહ્યો છે. જેમાં ક્યાંક ૩/૩ ઈંચ વરસાદ પડ્યો છે. છેલ્લા દોઢ વર્ષમાં અનેક વખત ખેડૂતો અતિવૃષ્ટિ તથા કમોસમી વરસાદનો ભોગ બન્યા છે. દરેક વખતે સરકારે સર્વે પ્રેસ કોન્ફરન્સો કર્યા છે, પણ ક્યારેય વળતર ચૂકવવાની પ્રેસ કોન્ફરન્સ કરી નથી. ચાર ચાર સર્વે પછી પણ ખેડૂતોને રાતી પાઈ પણ નથી આપી. જો વળતર ના આપવું હોય તો સર્વે સમીક્ષાનું નાટક કેમ? અધિકારીઓને સર્વેના નાટકમાં કેમ કલાકો બગાડાય છે? હાલ ચાલતા માવઠામાં ખેડૂતોને ઉનાળુ બાજરો, કેળા, કેરી, ચીકુ, લીંબુ, તલ, મગ સહિતના પાકોને નુક્સાન થયું છે. રાજ્યમાં પાક વીમા યોજના બંધ છે અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ર૦ર૦ થી ચાલુ છે તેમાં શું વળતર મળ્યું તે સહુને ખબર છે. ત્યારે ર૪/૪૮ કલાકમાં સર્વે કરીને તાકીદે વળતર ચૂકવવા માંગ કરી છે જેથી દુઃખી ખેડૂતને સારી રીતે મદદગાર સરકાર બની શકે
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial