Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વ. બાબુભાઈ લાલની પુણ્યતિથિ નિમિત્તે
જામનગર તા. ૧૭: જામનગરમાં પૂર્વ રાજ્યમંત્રી બાબુભાઈ લાલની પુણ્યતિથિ નિમિત્તે ર૧૮ રક્તદાતાએ માનવ સેવાના યજ્ઞમાં આહૂતિ આપી હતી, અને રક્તદાન કર્યું હતું.
જામનગરમાં ગુજરાત રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ઉપક્રમે લોહાણા મહાજનવાડીની બદિયાણી વિંગમાં કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન કેમ્પના પ્રારંભે દીપ પ્રાગટ્ય આયોજક સંસ્થાઓના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલ અને ટ્રસ્ટી જીતુભાઈ લાલ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, અગ્રગણ્ય ભરતભાઈ સુખપરિયા, જામનગર માર્કેટીંગ યાર્ડના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના પ્રમુખ કરશનભાઈ ડાંગર, રેડક્રોસ સોસાયટીના જામનગર સેક્ટરના પ્રમુખ બિપીનભાઈ ઝવેરી અને શહેરના સામાજિક શ્રેષ્ઠીઓ, રાજકીય અગ્રણીઓ અને પદાધિકારીઓ-સહકારી ક્ષેત્રના આગેવાનો વિગેરેની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
રક્તદાન કેમ્પમાં સતત ત્રણ કલાક સુધી રક્તદાતાઓ ઉત્સાહભેર માનવ સેવાના યજ્ઞમાં આહૂતિ આપવા માટે આવ્યા હતાં તેમાં ર૧૮ બોટલ રક્ત એકત્ર થયું હતું. આ રક્તદાન યજ્ઞમાં શહેર અને જિલ્લાના રાજકીય અગ્રણીઓ-પદાધિકારીઓ, સામાજિક શ્રેષ્ઠીઓ, વેપાર-ઉદ્યોગ ક્ષેત્રના આગેવાનો, સહકારી આગેવાનો, કોર્પોરેટરો, વિવિધ જ્ઞાતિ-સમાજના આગેવાનો તથા પ્રિન્ટ મીડિયા તથા ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ અને ટ્રસ્ટના શુભેચ્છકો તથા કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
આ રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહેલા સૌ કોઈને આયોજક સંસ્થાઓના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલ, ટ્રસ્ટઓ જીતુભાઈ લાલ, ક્રિષ્નરાજ લાલ, વિરાજ લાલે આવકાર્યા હતાં. આ રક્તદાન કેમ્પના સમાપન પછી પણ અનેક રક્તદાતાઓ આવ્યા હતાં, પરંતુ સમયમર્યાદા હોવાથી સંસ્થા દ્વારા રક્તદાતાઓને સાભાર પરત ફરવાની ફરજ પડી હતી.
આ રક્તદાન કેમ્પમાં શહેરની જી.જી. સરકારી હોસ્પિટલની બ્લડ બેંકની ટીમના ડો. દીગીત દાવડ, ડો. સંકેત, કારૃભાઈ બોદર, રવિ નંદા, બ્રિન્દા વાડોદરિયા, પ્રાર્થના વસોયા, જ્યોતિ ચુડાસમા, દિવ્યરાજસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા અને વિશાલ બારોટે સેવા આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial