Advertisement
Author: નોબત સમાચાર

આણંદપરના ખેડૂત પાસે પંદર લાખની ખંડણી માંગી બે શખ્સે ફટકારી ધમકી

ખેડૂતો જમીન વેચતા ઉપજેલી રકમ પર માંડ્યો ડોળોઃ

જામનગર તા. ૧૭: કાલાવડના આણંદપર ગામમાં રહેતા એક ખેડૂતે દોઢેક વર્ષ પહેલા પોતાની દસ વીઘા જમીન વેચાણ કરી હતી. તેમાંથી ઉપજેલી રૂ..૪ કરોડની રકમમાંથી આણંદપર તથા પીઠડીયા ગામના બે શખ્સ રૂ..૧૫ લાખ ખંડણી પેટે માંગી આ ખેડૂતને ગાળો ભાંડી માર મારવાની ધમકી આપતા હોવાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં રહેતા ધીરૃભાઈ હરજીભાઈ જેસડીયા નામના ખેડૂતે આણંદપર ગામના જ વિશાલ કારાભાઈ રાખસીયા તથા પીઠડીયા ગામના દિનેશ નામના શખ્સ સામે રૂ..૧૫ લાખની ખંડણી માગ્યાની અને ખંડણી ન આપે તો માર મારવાની ધમકી આપ્યાની કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ દોઢેક વર્ષ પહેલાં ધીરૃભાઈએ પોતાની દસ વીઘા જમીન રૂ..૪ કરોડમાં વેચી હતી તેની રકમ ધીરૃભાઈને પ્રાપ્ત થયા પછી વિશાલ તથા દિનેશ તે રકમમાંથી ખંડણી માંગે છે, પૈસા આપવાની ના પાડતા ધીરૃભાઈને આ શખ્સો ગાળો ભાંડી ધમકી આપે છે. પોલીસે આઈપીસી ૩૮૫, ૨૯૪ (ખ), ૫૦૬ (૧), ૧૧૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh