Advertisement
Author: નોબત સમાચાર

જામમ્યુકો દ્વારા કિશોરીઓની આરોગ્ય વિષયક તપાસ કરાઈ

સેનેટરી નેપકીન-ટેબ્લેટ્સનું વિતરણઃ

જામનગર તા. ૧૭: જામનગર મહાનગર પાલિકા ની આઈસીડીએસ શાખા દ્વારા તાજેતરમાં કિશોરીઓની આરોગ્ય તપાસ, માસિક સ્ત્રાવ અંગેની સમજ અન્વયેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

અર્બન-૨, વામ્બે સેજાની તમામ કિશોરીઓને માસિક દરમિયાન થતી તકલીફ, ઉદભવતા પ્રશ્નોનું નિરાકરણ તથા માસિક દરમિયાન રાખવામાં આવતી સાવચેતી, સેનેટરી નેપકીનનો ઉપયોગ તથા યોગ્ય નાશ, માસિક અંગેની વિવિધ ગેરમાન્યતા, પૌષ્ટિક આહારનું મહત્ત્વ વિગેરેની પણ સમજણ અપાઈ હતી. તમામ કિશોરીનું હેમોગ્લોબીનની તપાસ કરવામાં આવી હતી તથા જરૃરી ગોળી (ટેબલેટ)નું વિતરણ કરાયું હતું.

ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત તમામ કિશોરીઓને ૬ માસ સુધી વપરાશ માટે સેનેટરી નેપકીનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh