Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિફ્ટી પણ ઉછળ્યોઃ ચાંદી પણ ઓલટાઈમ હાઈ
મુંબઈ તા. ૧૭: આજે સોના-ચાંદીની બજાર અને શેરમાર્કેટમાં સવારે તેજીનો માહોલ જોવા મળ્યો હતો. સોનાનો ભાવ ૧૦ ગ્રામ દીઠ ૭પ હજાર રૂપિયાને વટાવી ગયો હતો, અને ચાંદીની ભાવ સપાટી પણ ઓલટાઈમ હાઈ જોવા મળી રહી છે. શેર માર્કેટમાં સવારે ૧૧ વાગ્યાના સુમારે સેન્સેક્સ ૭૪ હજાર પોઈન્ટ ભણી ગતિ કરી રહ્યો હતો, તો નિફ્ટીમાં પણ ઉછાળો વર્તાયો હતો.
સોનાના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી વચ્ચે શુક્રવારે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. સ્થાનિક બજારમાં કારોબારી સપ્તાહના અંતિમ દિવસે સોનાના ભાવમાં ૭૦૦ રૂપિયાનો વધારો થયો છે. દિલ્હીમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૭૪,૧૮૦ રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. સોનાની કિંમતમાં વધારાને કારણે તે ફરી એકવાર ૭પ,૦૦૦ રૂપિયા સુધી પહોંચવા માટે તૈયાર છે. તે જ સમયે ચાંદી પણ તેના ટોચના સ્તરે કારોબાર કરી રહી છે. ચાંદી રૂ.. ૮૯,ર૦૦ પર કારોબાર કરી રહી છે.
૧૭ મે ર૦ર૪ ના દિલ્હીમાં રર કેરેટ સોનાની કિંમત આશરે રૂ.. ૬૮,૦૧૦ પ્રતિ ૧૦ ગ્રામ છે, જ્યારે ર૪ કેરેટ સોનાની કિંમત અંદાજે ૭૪,૧૮૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે. એ જ રીતે મુંબઈમાં રર કેરેટ સોનાની કિંમત ૬૭,૮૬૦ રૃપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે, જ્યારે ર૪ કેરેટ સોનાની કિંમત ૭૪,૦૩૦ રૃપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે. અમદાવાદમાં પણ રર કેરેટ સોનાની છૂટક કિંમત ૬૭,૯૧૦ રૃપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે. ર૪ કેરેટ સોનાની કિંમત ૭૪,૦૮૦ રૃપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે.
સોનાના વાયદાના ભાવમાં ઘટાડા સાથે શરૃઆત થઈ હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો બેન્ચમાર્ક જૂન કોન્ટ્રાક્ટ આજે ૭૩ ના ઘટાડા સાથે રૂ.. ૭ર,૯૦૭ પર ખૂલ્યો હતો. આ કોન્ટ્રાક્ટ રૂ.. ર૮ ના ઉછાળા સાથે રૂ.. ૭૩,૦૦૮ ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સમયે તે દિવસની ટોચે રૂ.. ૭૩,૦૦૮ અને દિવસની નીચી સપાટી રૂ.. ૭ર,૮૩૩ પર પહોંચ્યો હતો. સોનાના વાયદાની કિંમત ગયા મહિને રૂ.. ૭૩,૯પ૮ ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી.
ચાંદીના વાયદાના ભાવોની શરૃઆત પણ આજે સુસ્ત રહી હતી. એમસીએક્સ પર ચાંદીનો બેન્ચમાર્ક જુલાઈ કોન્ટ્રાક્ટ આજે રૂ.. ૬૮ ના ઘટાડા સાથે રૂ.. ૮૭,૧૧૦ પર ખૂલ્યો હતો. તે કોન્ટ્રાક્ટ રૂ.. ૬૮ ના ઉછાળા સાથે રૂ.. ૮૭,૩૬૮ પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સમયે તે દિવસની ટોચે રૂ.. ૮૭,૪૩૪ અને દિવસની નીચી સપાટી રૂ.. ૮૬,૯૦૦ પર પહોંચ્યો હતો. ગુરુવારે ચાંદીના વાયદાના ભાવ રૂ.. ૮૭,૪૯૪ ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા હતાં.
બીજી તરફ ભારતીય શેરબજાર આજે ફરી સુધારા સાથે આગેકૂચ કરી રહ્યું છે. સેન્સેક્સ ૧૧ વાગ્યા સુધીમાં ૭૪ હજાર નજીક (હાઈ ૭૩,૯૪ર.૭૭) પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નિફ્ટી પ૪.૯૦ પોઈન્ટના સુધારા સાથે રર,૪પ૮.૭પ પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેકસ ૧૧.૦૩ વાગ્યે ર૬૧.ર વધી ૭૩,૯ર૪.૯ર પર કારોબાર થઈ રહ્યો હતો, જેથી રોકાણકારોની મૂડી ર લાખ કરોડ વધી છે. ર૧૯ શેરોમાં અપર સર્કિટ અને ૧૬૩ શેરો પર વીક હાઈ થયા છે. સેન્સેક્સ પેકમાં ૧૬ સ્ક્રિપ્સ ૬ ટકા સુધી ઉછાળા સાથે ટ્રેડેડ છે, જ્યારે હેલ્થેકેર, આઈટી અને ટેકનો શેરો સિવાય તમામ સેક્ટોરલ સ્ક્રિપ્સ સુધરી છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ મજબૂત ત્રિમાસિક પરિણામો નોંધાવતા આજે બીએસઈમાં શેર ૭ ટકા ઉછળી રપપ૪.૭પ ની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. જે ૧૧-૦પ વાગ્યે ૬.ર૪ ટકા ઉછાળે રપર૦.૯પ પર ટ્રેડેડ હતો. ભારતી એરટેલનો શેર ૧.૦૧ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.પ૯ ટકા, એસબીઆઈ ૧.૦૩ ટકા ઉછળ્યા છે.
બીજી બાજુ ઈન્ફોસિસ, વિપ્રો, એલએન્ડટી, ટીસીએસ, એચસીએલ ટેક સહિત આઈટી શેરોમાં પ્રોફિટ બુકીંગ વધ્યું છે. વિદેશી રોકાણકારો દ્વારા છેલ્લા કેટલાક સમયથી હજારો કરોડમાં વેચવાલી થઈ રહી હતી, જો કે તે ગઈકાલે ઘટી ૭૭૬.૪૯ કરોડ થઈ છે. અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની અપેક્ષાએ ડોલર ઈન્ડેક્સ નબળો પડ્યો છે. તેમજ લોકસભા ચૂંટણીના પરિણામને ૧પ થી ૧૬ દિવસ બાકી છે. મોટા રોકાણકારો અપેક્ષિત પરિણામ પછી રોકાણ વધારશે તેવી વકી બજારમાં જોવા મળી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial