Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રામ્ય જીવન દર્શન અનુભૂતિ-ર૦ર૪ અંતર્ગત
જામનગર તા. ૧૭: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગ્રામ્ય જીવનદર્શન અનુભૂતિ-ર૦ર૪ અંતર્ગત ગામને જાણવા માટે તેમજ ગ્રામ્ય પ્રવૃત્તિને માણવાના હેતુથી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧પ૦ થી વધુ ગુજરાતભરમાંથી વિદ્યાર્થીઓ જોડાયા હતાં. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 'ગ્રામ્ય જીવન દર્શન-અનુભૂતિ ર૦ર૪'નું તા. ૧૦ મે થી ૧૩ મે દરમિયાન ઓખા દ્વારકામાં આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ 'ગામને જાણો અને ગામને માણો' એવા હેતુથી દર વર્ષે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ગુજરાતમાંથી અંદાજિત ૧પ૦ જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતાં. જેમાં વિદ્યાર્થીઓએ દ્વારકા, બેટદ્વારકા અને ઓખાના અલગ અલગ ગામડાઓમાં જઈને ઐતિહાસિક અને પૌરાણિક સ્થાનોની માહિતી મેળવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial