Advertisement
Author: નોબત સમાચાર

મિત્રએ આત્મહત્યા કર્યા પછી યુવાને પણ ખાધો ગળાફાંસોઃ દસમાં માળેથી વૃદ્ધની મોતની છલાંગ

પથરીના ઓપરેશન પછી દુખાવાથી ત્રસ્ત વૃદ્ધે નદીમાં ઝંપલાવી કરી આત્મહત્યાઃ

જામનગર તા. ૧૭: જામનગરની ચેમ્બર કોલોનીમાં રહેતા એક યુવાનના મિત્રએ એકાદ વર્ષ પહેલાં આત્મહત્યા કર્યા પછી પોતે પણ મરી જવાનું કહેતા યુવાને ગઈકાલે ઓઢણી વડે ગળાટૂંપો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. પોલીસે તેની માતાનું નિવેદન નોંધ્યંુ છે. ડામાડોળ માનસિક પરિસ્થિતિથી પીડાતા એક વૃદ્ધે દસમા માળેથી મોતની છલાંગ લગાવી છે અને પથરીના ઓપરેશન પછી અસહ્ય દુખાવો થતાં કંટાળી ગયેલા સામપર ગામના વૃદ્ધે નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી છે.

જામનગરના દિગ્જામ સર્કલથી આગળ સમર્પણ રોડ પર આવેલી ચેમ્બર કોલોનીમાં વસવાટ કરતા અજયભાઈ નવીનભાઈ પરમાર (ઉ.વ.ર૮) નામના રાવળ યુવાને ગઈકાલે રાત્રે પોતાના ઘરે એક ઓરડામાં ઓેઢણી વડે પાઈપમાં ગાળીયો પરોવી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ થતાં તેના માતા સીતાબેન નવીનભાઈ પરમારે પોલીસને જાણ કરી છે.

દોડી આવેલી પોલીસે અજયભાઈને નીચે ઉતારી ચકાસતા આ યુવાન મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી માતાનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ અજયભાઈ દારૃનો નશો કરવાની આદત ધરાવતા હતા. તેમના મિત્ર પારસે એકાદ વર્ષ પહેલાં ગળાટૂંપો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારપછી અજયભાઈ પોતે પણ મરી જવાની વાતો કરતા હતા. તે પછી ગઈકાલે તેઓએ આ પગલું ભરી લીધુ છે.

જામનગરના જનતા ફાટક વિસ્તારથી ગોકુલનગર તરફ જવાના માર્ગ પર આવેલા રોઝી પેટ્રોલપંપ સામેના શાંતિ હાર્મની બિલ્ડીંગની બી વીંગમાં દસમા માળે રહેતા બિપીનભાઈ ડાયાભાઈ પીઠડીયા (ઉ.વ. ૭ર) નામના દરજી વૃદ્ધ થોડા સમયથી માનસિક રીતે ડામાડોળ થયા હતા. સતત ડિપ્રેશન અનુભવતા આ વૃદ્ધ ગઈકાલે બપોરે પોતાના ઘરે હતા તે પછી દસમા માળેથી તેઓએ ભૂસકો માર્યાે હતો. ગંભીર ઈજા થવાથી બિપીન ભાઈનું મૃત્યુ થયું છે. તેમના પુત્ર કલ્પેશભાઈએ પોલીસને જાણ કરી છે.

જોડિયા તાલુકાના સામપર ગામમાં રહેતા જયંતિભારથી અમરભારથી ગોસાઈ (ઉ.વ.૭૦) નામના બાવાજી વૃદ્ધે બે સપ્તાહ પૂર્વે પથરીનું ઓપરેશન કરાવ્યું હતું. તે પછી અસહ્ય દુખાવો થતો હોવાની જયંતિભારથીએ પોતાના પરિવાર સમક્ષ રાવ કરી હતી. ત્રણેક દિવસથી સુનમુન રહેતા આ વૃદ્ધે બુધવારે સાંજે પોતાના ઘરેથી નીકળી જઈને નજીકમાં આવેલી નદીમાં ઝંપલાવી લીધુ હતું. સાંજ પછી ઘેર નહીં આવેલા જયંતિભારથીની શોધ આદરી હતી. તે દરમિયાન ગઈકાલે સવારે તેમનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો છે. બહાર કઢાવી જયંતિભારથીને જોડિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા છે. મૃતકના પુત્ર ઉપેન્દ્રભારથી ઉર્ફે મુન્ના મારાજે પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh