Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાની સરકારી હોસ્પિ.માં ઓક્સિજનની સપ્લાઈ સિલિન્ડર દ્વારા : સ્ટાફ શોર્ટેજના કારણે દર્દીઓનો મરો

કોન્ટ્રાક્ટરે કરાર રીન્યુ ન થતા હાથ ઊંચા કરી દીધા

ખંભાલીયા તા. ૧૭: સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય હવે સીલીન્ડરથી કરવી પડે છે. સ્ટાફની તંગીના કારણે પણ દર્દીઓ પરેશાન થઈ રહ્યાં છે.

ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં કરોડોના ખર્ચે દર્દીઓને બેડ પર જ ઓક્સિજન સુવિધા માટે વ્યવસ્થા ગોઠવી હતી. જે કંપનીનો કોન્ટ્રાક્ટ રીન્યુના થતા તથા કોન્ટ્રાક્ટરને રીન્યુના કરવામાં રસ પણ ના હોય, કામ કરવામાં હાથ ઉંચા કરી દેતા સરકારી હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. કેતન ગોસ્વામી દ્વારા સોફટવેરનો ઉપયોગ અન્ય નિષ્ણાતો પાસેથી કરાવીને આ વ્યવસ્થા શરૃ કરવા પ્રયત્નો હાથ ધરાયા છે. દરમિયાન જેને ઓક્સિજનની જરૃરિયાત ઊભી થાય તેમના માટે જુની વ્યવસ્થા મુજબ સિલીન્ડરથી સપ્લાય શરૃ કરવામાં આવી છે. જો કે, અગાઉ કોરોના સમયમાં ઓક્સિજન પ્લાન્ટ મળ્યા હતાં તથા તેની વ્યવસ્થા પણ થઈ ગઈ છે, ત્યારે આવા કોન્ટ્રાક્ટરને કારણે વ્યવસ્થા બગડે છે.

સરકારી હોસ્પિટલમાં સિનિયર સિટિઝનો માટે પણ ખાસ અલગ કેસ બારીની પણ વ્યવસ્થા કરાઈ છે, પણ ૯૦ બેડના મંજૂર સ્ટાફ સામે ૧પ૦ બેડ ચાલતા હોય, સ્ટાફ અપૂરતાની સ્થિતિમાં ખૂબ જ મુશ્કેલી પડે છે. જો કે, પ/૬ એપ્રેન્ટીસોની નિયુક્તી કરીને ગાડુ ગબડાવવામાં આવે છે, પણ આ માટે ગ્રાન્ટ ના હોય તથા હાલ પાંચ રૃપિયા કેસ ચાર્જમાં પુરતું નાણા ભંડોળ પણ ના હોય, સ્ટાફની શોર્ટેજ એપ્રેન્ટીસના પગારના પૈસા નહીંની સ્થિતિમાં દર્દીઓનો જ મરો થાય છે તે ચિંતાજનક બાબત છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh