Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓખાની મત્સ્યોદ્યોગ કચેરી દ્વારા
જામનગર તા. ૧૭: દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયામાં પ્રાદેશિક જળ વિસ્તારમાં તા. ૧ લી જૂનથી ૩૧ જુલાઈ સુધી યાંત્રિક બોટો દ્વારા આંતરદેશિય તથા પ્રાદેશિક ક્ષેત્રમાં માછીમારી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
રાજ્યમાં આ પ્રતિબંધમાંથી નોન મોટરાઈઝડ કાસ્ટ (લાકડાની બિનયાંત્રિક એક લકડી હોડી, અને શઢવાળી હોડી) ને તથા પગડિયા માછીમારોને બાકાત રાખવામાં આવેલ છે.
ઓખાની મત્સ્ય ઉદ્યોગ કચેરીના અધિક્ષક દ્વારા જિલ્લાની તમામ સહકારી મંડળીઓ, એસોસિએશનના હોદ્દેદારો, માછીમાર આગેવાનો, બોટમાલિકો, માછીમારોને આ બાબતે જાણ કરવામાં આવી છે. આમ કુલ ૬૧ દિવસ સુધી પ્રાદેશિક જળ વિસ્તારની બહાર ફિશીંગ ઉપર પ્રતિબંધ લગાવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial