Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મીલના કારીગરે જ કારસ્તાન આચર્યાની કબૂલાતઃ
જામનગર તા. ૧૭: જામનગરના વિરલ બાગ વિસ્તારમાં આવેલી અનાજ દળવાની મીલમાં થયેલી રૂ..૧૬,૫૦૦ની રોકડની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. તે દુકાનમાં જ કામ કરતા કારીગરે કરતબ કર્યાનું ખૂલ્યું છે. પોલીસે રોકડ રકમ કરી આ શખ્સની ધરપકડ કરી છે.
જામનગરના ગુરૃદત્તાત્રેય મંદિર વિસ્તારમાં વિરલ બાગ પાસે આવેલા દત્તાત્રેય ફલોર મીલમાં બુધવારની રાત્રિથી ગુરૃવારની સવાર સુધીમાં કોઈ શખ્સે બારીમાંથી હાથ નાખી અંદર પડેલી પેટી ખોલી નાખી રૂ..૧૬૫૦૦ રોકડા ઉઠાવી લીધાની પોલીસમાં ફરિયાદ થતાં સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાના વડપણ હેઠળ સિટી બી ડિવિઝનના પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી પીએસ આઈ કે.ડી. જાડેજા તથા સ્ટાફે તપાસ આરંભી હતી.
તપાસમાં પોલીસે તે વિસ્તારના કેટલાક સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા અને કમાન્ડ કંટ્રોલ સેન્ટરના કેમેરાના પણ ફૂટેજ તપાસી શકમંદો પર નજર ઠેરવી હતી. જેમાં સ્ટાફના સાજીદ બેલીમ, મયુરરાજસિંહ જાડેજાને જીજે-૧૦-એક્યુ ૨૦૭૯ નંબરનું બાઈક શંકાસ્પદ હાલતમાં જણાઈ આવ્યું હતું. તે બાઈક અંગે તપાસ કરાતા નાઘેડીમાં રહેતા મેહુલ રમેશભાઈ દુધરેજીયા નામના શખ્સના સગડ પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત શખ્સ અંગે સ્ટાફના ક્રિપાલસિંહ, જયદીપ સિંહને બાતમી મળી હતી કે, આ શખ્સ સાતરસ્તા પાસે આવ્યો છે. તેને દબોચી લઈ પૂછપરછ કરતા તેણે ચોરીની કબૂલાત આપી છે. આ જ મીલમાં નોકરી કરતા મેહુલે બુધવારની રાત્રે દુકાનના હિસાબના પૈસા પેટીમાં રાખ્યા પછી રાત્રે દુકાન (મીલ) બંધ થઈ ગઈ તે પછી બારીમાંથી હાથ નાખી તે રકમ ઉપાડી લીધાનું જણાવ્યું છે. પોલીસે તેની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં સ્ટાફના એએસઆઈ રઘુભા પરમાર, રાજેશ વેગડ, દશરથસિંહ, સંજય પરમાર, હિતેશ મકવાણા, કલ્પેશ અઘારા, વિપુલ ગઢવી સાથે રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial