Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂર્ણિમા હોવાથી ભાવિકોની પણ જામી ભીડ
હાલમાં ચાલી રહેલા ઉનાળાના વેકેશનમાં યાત્રાધામ દ્વારકા સહેલાણીઓની પ્રથમ પસંદ બની રહ્યું છે. અન્ય શહેરોમાં ૪૦ પ્લસ ડીગ્રી તાપમાન સાથે લૂ ઝરતી ગરમી સામે દ્વારકાના ૩૦-૩ર ડીગ્રી ધરાવતા આહલાદક વાતાવરણમાં ગુજરાતીઓ માનીતા પ્રવાસન સ્થળ તરીકે દ્વારકાધીશના દર્શનની સાથોસાથ શિવરાજપુર બીચનો લુત્ફ ઉઠાવવા દ્વારકા પ્રવાસને પ્રાધાન્ય આપી રહ્યા છે. વૈશાખી પૂર્ણિમા નિમિત્તે હજારો ભાવિકો વહેલી સવારથી જ યાત્રાધામમાં ઠાકોરજીના દર્શનાર્થે પહોંચ્યા હતા અને જગતમંદિરના સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર પર ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી. બહોળી સંખ્યામાં ભાવિકો દ્વારકાધીશના દર્શન તેમજ આસપાસના ફરવાલાયક સ્થળોની મુલાકાત લીધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial