Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજસ્થાનના જોધપુરના શખ્સે કર્યાે વિશ્વાસઘાતઃ
જામનગર તા. ૨૪: જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ થ્રીમાં હાર્ડવેર અને સેનેટરી સામાનનો વેપાર કરતા એક વેપારી સહિત અન્ય વેપારીઓ પાસેથી રાજસ્થાનના જોધપુરના એક શખ્સે ૧૪ મહિનામાં રૂ. ૭ લાખ ઉપરાંતની ઉધારમાં ખરીદી કર્યા પછી બાકી રકમ ચૂકવવાની બદલે ઠેંગો બતાવતા તેની સામે વિશ્વાસઘાત કરવા અંગે પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના જીઆઈડીસી દરેડ ફેસ થ્રીમાં એમીનેન્સ હાર્ડવેર એન્ડ સેનેટરી હબ નામની પેઢી ચલાવતા અને મંગલદીપ સોસાયટીમાં વસવાટ કરતા વિશાલભાઈ અશોકભાઈ સૂચક પાસેથી વર્ષ ૨૦૨૩ના ફેબ્રુઆરી મહિનામાં રાજસ્થાનના જોધપુરમાં ક્રિષ્ના ટ્રેડર્સ નામની પેઢી ચલાવતા ભરત નામના શખ્સે ઉધાર માલ સામાન ખરીદ્યો હતો.
રાજસ્થાનના આ શખ્સે જીઆઈડીસીમાં જ આવેલા અન્ય વેપારીઓ પાસેથી પણ બ્રાસપાર્ટના સામાનની ઉધાર ખરીદી કરી હતી. ત્યારપછી વિશાલભાઈ તથા અન્ય વેપારીઓને ચૂકવવાની થતી રૂ. ૭,૦૯,૭૭પની રકમ માટે ભરતે ગલ્લાતલ્લા કર્યા હતા.
પોતાની બાકી રકમ માટે અવારનવાર ઉઘરાણી કરવા છતાં ભરતકુમાર તે રકમ ચૂકવતો ન હોવાથી આખરે વિશાલભાઈએ પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તમામ વેપારીઓ વતી ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિશ્વાસઘાત કરનાર ભરતકુમાર સામે આઈપીસી ૪૦૬, ૪૨૦ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial