Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પીરિયોડિક લેબર ફોર્સ ૧પ થી ર૯ વયજૂથના સર્વેનો રિપોર્ટ
નવી દિલ્હી તા. ર૪: દેશમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે જ પીરિયોડિક લેબર ફોર્સ સર્વેનો ૧પ થી ર૯ જૂથમાં બેરોજગારીના આંકડા દર્શાવતો રિપોર્ટ જાહેર થયો છે.
પીરિયોડિક લેબર ફોર્સ સર્વેએ ર૦ર૪ ના પ્રથમ ત્રિમાસિક જાન્યુઆરીથી માર્ચ સુધીના ડેટા જાહેર કરી દીધા છે. જે સૂચવે છે કે ૧પ થી ર૯ વયજૂથ વચ્ચેના આ સમયગાળામાં બેરોજગારીની દૃષ્ટિએ કેરળ સૌથી આગળ રહ્યું છે, જ્યારે દિલ્હીમાં બેરોજગારીનો દર સૌથી ઓછો જોવા મળ્યો છે.
આ કેટેગરીમાં કુલ બેરોજગારીનો દર ૧૭ ટકા રહ્યો હતો, જે ર૦ર૩ ના આ સમયગાળા કરતા સામાન્ય ઓછો છે. એક અહેવાલમાં પ્રકાશીત પીએલએફએસના ડેટા દર્શાવે છે કે ૧પ થી ર૯ વયજૂથમાં બેરોજગારી મામલે જમ્મુ અને કાશ્મીર, તેલંગાણા, રાજસ્થાન અને ઓડિશા ટોચના પ રાજ્યોમાં સામેલ છે. આ સમયગાળા દરમિયાન તમામ વયજૂથના બેરોજગારી લગભગ ૬.૭ ટકાની આજુબાજુ રહ્યો છે. જ્યારે ઓકટોબર-ડિસેમ્બરના છેલ્લા ત્રિમાસિક ગાળામાં આ આંકડો ૬.પ ટકાની આસપાસ હતો.
રર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિલ્હી (૩.૧ટકા), સિવાય ઓછા બેરોજગારી દર ધરાવતા રાજ્યોમાં ગુજરાત (૯ટકા) અને હરિયાણા (૯.પ ટકા)નો સમાવેશ થાય છે. આ સિવાય કર્ણાટકમાં આ આંકડો ૧૧.પ ટકા રહ્યો હતો અને મધ્યપ્રદેશમાં દર ૧૨.૧ ટકા હતો. અહીં, જમ્મુ અને કાશ્મીરમાં મહિલાઓના બેરોજગારીનો દર સૌથી વધુ ૪૮.૬ ટકા હતો. જ્યારે કેરળમાં આ આંકડો ૪૬.૬ ટકા, ઉત્તરાખંડમાં ૩૯.૪ ટકા, તેલંગાણામાં ૩૮.૪ ટકા અને હિમાચલ પ્રદેશમાં ૩પ.૯ ટકા રહ્યો છે. જાન્યુઆરીથી માર્ચ કવાર્ટરમાં મહિલાઓમાં એકંદરે બેરોજગારીનો દર રર.૭ ટકા હતો, જે ર૦ર૩ ના રર.૯ ટકાના આંકડા કરતા થોડો ઓછો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial